જાણો પલાળેલી મગફળીના ચમત્કારિક ફાયદા વિષે
નિયમિત પલાળેલી મગફળીના ૨૦ થી ૨૫ દાણા ખાશો તો થશે આ ચમત્કારિક ફાયદા
જમવામાં કે જમ્યા પછી પલાળેલી મગફળીના ૨૦ થી ૨૫ દાણા નિયમિત લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો દુર કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી પણ બચાવશે. સ્નાયુઓને મજબૂત કરશે.
સવાર સવારમા મગફળી ખાવાથી શરીરને કેલ્શિયમ અને પ્રોટીન મળી શકે છે.
– પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ નામનો પદાર્થ આવેલ હોય છે, જે ચામડીની સમસ્યા દુર કરવાની સાથે સ્કીન મા નીખાર પણ વધારે છે. મગફળી ચામડીના કોષો મા ઓક્સીડેશનને રોકે છે, સાથે ચામડીને નુકશાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે.
– મગફળીમાં રહેલા તત્વો ને લીધે ભૂખ ઓછી લાગે છે માટે સ્વાભાવિક રીતે વજન ઉતારવામાં લાભદાયી છે.
– મગફળી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થોડા સમય મા જ દુર કરી દે છે.
– બાળકોને સવારમા પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ વધે છે.
– મગફળીમાં રહેલા તૈલીય ગુણ ને લીધે ઉધરસ દૂર કરે છે.
– સાંધામાં થતાં દુખાવામા ફાયદાકારક છે.
– મગફળી ડાયાબિટીસ ની સમસ્યા દુર કરવામા મદદગાર છે.
– પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી-૬ રહેલું હોય છે, ખોરાકમાં નિયમિત લેવાથી યાદશક્તિ પણ વધે છે.
મગફળીમા કયા કયા તત્વો રહેલા હોય છે?
– સૌથી અગત્યમા તેમાં વિટામીન ઇ ખુબ સારા પ્રમાણમાં હોય છે.
– કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વો થી તો ભરપૂર છે જ.
– આ ઉપરાંત મગફળી એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ પણ ધરાવે છે.