આજકાલ સફેદ વાળની સમસ્યાઘરે ઘરે દરેક લોકોને છે. અને નાના લોકોથી લઇને મોટા લોકો આ સમસ્યાથી માણસો પરેશાન છે. અને વાળને કાળા કરવા માટે લોકો અનેક પ્રકારના કલર, મહેંદી, અને બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા રહે છે.
તેમા રહેલા કેમિકલ્સ વાળને ઘણું નુક્શાન પહોંચાડતા રહે છે. તો આજે અમે તમારા માટે કેટલાક કુદરતી ઉપાય લઈ આવ્યા છીએ. જે તમને આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરશે. તો ચાલો જોઇએ વાળને કુદરતી રીતે કાળા કરી શકાય છે તે માટે ના ઘરેલું ઉપચાર.
આમ પણ સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે સૌથી વધારે અસરકારક ઉપાય નારિયેળનું તેલ છે. પરંતુ જો આ તેલની માલિશને વઘારે અસરકારક બનાવવી હોય અને વાળને સફેદ થવાથી રોકવા માંગતા હોય તો નારિયેળ તેલમાં આ ખાસ વસ્તુ જરૂરથી મિક્સ કરો અને જુઓ તેના લાભ.
માટે તેમાં પહેલા નારિયેળ તેલમાં સૂકા આંબળાના ટૂકડા ઉમેરીને ગરમ કરી લો. અને ત્યાર પછી તે તેલ ઠંડુ થવા દો અને તેને તમારા વાળમાં લગાવીને માલિશ કરો. વાળને ધોતા પહેલા એક કલાક રાખી મૂકો અને બાદમાં વાળ ધોઇ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં ઓછામાં ઓછુ એક કે બે વખત સતત કરતા રહો.
અને વધારે માં નારિયેળના આ તેલમાં થોડાક લીમડાના પાનને શ્યામ થવા સુધી ઉકાળો. અને ત્યાર પછી તેને ઠંડુ થાવા તમારા માથામાં અને વાળને આ તેલથી માલિશ કરો. વાળને ધોતા પહેલા 30-45 મિનિટ રાખી મૂકો પછી જ વાળ ધુઓ.
અને વધારે માં નારિયેળ તેલનો ઉપયોગ લીંબુના રસ સાથે પણ કરી શકાય છે. તેમાં લીંબુનો રસ મિક્સ કરીને નારિયેળ તેલથી તમારા વાળ અને માથાની માલિશ કરો. આ તેલ લગાવ્યા બાદ આશરે એક કલાક બાદ તમારા વાળને ધોઇ લો. આ નારિયેળ તેલ સફેદ વાળનો વિકાસ થવાથી રોકે છે.