તમે ઉર્જાને તમારી નરી આંખો જોઈ શકતા નથી, પણ તેનો અનુભવ તો કરી જ શકો છો. જરા એ વિચારો કે જ્યારે તમે કોઈ ઘર કે કોઈ ઇમારતમાં પ્રવેશો અને તમને કેવી લાગણી થઈ હતી, તમને ત્યાં સારુ નહોતું લાગ્યું, કે પછી સારું લાગ્યું હતું. આટલો અનુભવ તો તમને કોઈપણ જગ્યાની પ્રથમ મુલાકાતે થઈ જ જતો હશે. શું તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને મળ્યા છો કે જેમની પાસેથી તમને નકારાત્મક તરંગોની લાગણી થઈ હોય ? જો તમે તાજેતરમાં જ કોઈ નવા ઘરમાં શીફ્ટ થયા હોવ અને તમને વસ્તુઓ ખોવાવાનો કે તુટવાનો કે પછી અકસ્માતોનો પહેલા કરતાં વધારે અનુભવ થયો છે, તો બની શકે કે તમારું ઘર નકારાત્મક ઉર્જાઓથી ભરેલું છે.
હા, સાચી વાત છે ! કેટલીકવાર આપણું ઘર આપણી કામ કરવાની જગ્યામાં નકારાત્મક ઉર્જાઓ કબજો કરી લે છે. આ નકારાત્મક તરંગો સામાન્ય ખરાબથી માંડીને ભયંકર ખરાબ પણ હોઈ શકે છે. આપણા આધુનિક સમાજમાં, આ પ્રકારની બાબતો જેમ કે નકારાત્મક ઉર્જા જેવી બાબતને હજુ માનવામાં નથી આવી. હકીકતમાં, નકારાત્મક ઉર્જા તમને શારીરિક રીતે બિમાર પણ પાડી શકે છે !
સારા સમાચાર એ છે કે તમે તમારા ઘરમાં કબજો કરી ગયેલી આ નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. જો તમને ખરેખર આ નકારાત્મક ઉર્જા દૂર કરવામાં રસ હોય તો આજના આ લેખમાં અમે તે માટે કેટલાક ઉપાયો દર્શાવ્યા છેઃ
1. છોડ વાવો
છોડ તેની આસપાસની જગ્યાની હવા શુદ્ધ કરવાની ક્ષમતા માટે ખુબ જ જાણીતા છે. તેને તમારા ઘરમાં રાખવા એ એક સારો ખ્યાલ છે. કારણ કે તેની જીવંતતા નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે, હકારાત્મકતામાં વધારો કરે છે, અને તમારા સામાન્ય મૂડને પણ વધારે છે.
2. મીઠું
સમુદ્રી મીઠાને ફેન્ગ શુઈમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વાપરવાનું કહ્યું છે. તે ઘરની હકારાત્મકતાને સંતુલીત કરે છે. સમુદ્રી મીઠાને તમે એકલું પણ વાપરી શકો છો અને તેને પાણી સાથે પણ વાપરી શકો છો. તેને તમારા ઘરની કેટલીક ચોક્કસ જગ્યાઓએ મુકવાનું હોય છે.
3- 4 ચમચી મીઠું લઈ તેને એક ડોલ પાણીમાં ઉમેરો અને તેનાથી ઘરમાં પોતુ કરો. અથવા તો જે ઘરનો મુખ્ય દ્વાર દક્ષીણપશ્ચિમ અને ઉત્તરપૂર્વ તરફ હોય તેના ખૂણાઓમાં સમુદ્રી મીઠું ભરેલા કટોરા મુકો. આ મીઠાને દર બે મહિને બદલા રહો.
3. ધૂપ
શું તમે ક્યારેય ધૂપ વિષે સાંભળ્યું છે ? આ પ્રયોગને હજારો વર્ષથી વિવિધ સંસ્કૃતિઓ દ્વારામાં કરવામાં આવે છે. લોકો પોતાની આસપાસની જગ્યામાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે વિવિધજાતના ધૂપ કરે છે.
ધૂપ સળગાવી, તેને ઘડિયાળની દીશા આખા ઘરમાં ફેરવો.
4. એસેન્શિયલ ઓઇલ્સ
એસેન્શિયલ ઓઈલથી નકારાત્મક ઉર્જા દૂર કરવી એક ખુબ જ આદર્શ રસ્તો છે. તેમાં તમે લેવેન્ડર, પેટચૌલી, અને ફ્રેન્કીન્સેસના તેલનો ઉપયોગ કરી શકો છો.
5. નક્કામો સામાન દૂર કરવો
કોઈના પણ ઘરમાં કેટલીક બીનજરૂરી વસ્તુઓ ઘરની ઘણી બધી જગ્યા રોકી લેતી હોય છે. આવા સંજોગોમાં નકારાત્મક ઉર્જા પણ તેમાં વાસ કરે છે. અને હકારાત્મક તરંગો તેમજ ઉર્જાને ઘરમાં સારી રીતે વહેવા દેતી નથી. તમારા ઘરને નક્કામી વસ્તુઓથી મુક્ત કરશો તો તે નેગેટીવ એનર્જીને દૂર કરવાનો ઉત્તમ ઉપાય સાબિત થશે.
6. ધ્યાન
દિવસમાં એક કે બે વાર ધ્યાન કરવાથી તમને ખુબ જ હકારાત્મક તરંગો મળે છે. ધ્યાન મગ્ન મગજમાંથી છુટ્ટા પડતાં હકારાત્મક તરંગો નકારાત્મક ઉર્જાને જાકારો આપે છે અને હકારાત્મક ઉર્જા તેમજ તરંગોને પોતાની તરફ આકર્ષે છે. જો વ્યવસ્થિત રીતે ધ્યાન કરવામાં આવે તો તે તમારા ઘરને કેટલાક કલાકો સુધી ખુબ જ હકારાત્મક ઉર્જાથી ભરી દે છે.
7. ફર્નિચરની પુનઃગોઠવણ
વસ્તુઓને થોડી આઘીપાછી કરવાથી ઉર્જાને એક નવું વહેણ મળે છે અને હકારાત્મક ઉર્જા તેમજ તરંગો માટે એક નવો માર્ગ મોકળો બને છે.
આ ઉપરાંત પણ તમે ઘરને હકારાત્મક બનાવવા માટે મંત્રોચ્ચાર કરી શકો, ઘંટડી વગાડી શકો, ઝાંઝ અને પખવાજ વગાડી શકો, ઘરના દરેક રૂમમાં નીલગીરીના પાનનો ધૂપ કરી શકો છો, મીણબત્તી જલાવી શકો છો.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.