આજના જમાનામાં સુખી વ્યક્તિ એને જ માનવામાં આવે છે જે સદાયને માટે નિરોગી રહેતો હોય, પરંતુ આજની દોડધામભરી જિંદગી ની અંદર ખાવા-પીવાના પ્રદુષણના કારણે તથા બદલાતી જતી લાઇફસ્ટાઇલના કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થઈ રહી છે જેનાથી લોકો ખૂબ જ પરેશાન છે.
દરરોજ વ્યાયામ અને કસરત કરવાના કારણે આપણે લાંબો સમય સુધી નીરોગી રહી શકીએ છીએ પરંતુ આજની દોડધામથી ભરેલી જિંદગી ની અંદર લોકોને કસરત કરવાનો કે ચાલવાનો ટાઈમ મળતો નથી, જેને કારણે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. અને તેને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે કઇ રીતના ફક્ત પાંચ મિનિટ કસરત કરવાના કારણે તમે કાયમને માટે નિરોગી રહી શકો છો.
કસરત કરવાની રીત:-
તમારી જીભને બહાર કાઢી તેને તમારા મોઢામાં ઉપરના તાળવામાં અડાડો અને હવે શ્વાસ લો. આ કસરત વિશે જાણીને તમને નવાઈ લાગશે પરંતુ આ કસરત ખૂબ જ ફાયદાકારક છે. આ કસરતમાં તમારા જીભને તાળવામાં અડાડી ધીમે ધીમે અંદાજે ૪ સેકન્ડ સુધી નાક વડે શ્વાસ અંદર લો.
હવે શ્વાસને રોકી રાખો અને ૮ સુધી ગણતરી કરો, ત્યારબાદ ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. આ પ્રક્રિયા અંદાજે ૫ થી ૭ વખત રીપીટ કરો, અને આ કસરત અંદાજે ત્રણથી ચાર મહિના સુધી કરો.
આ કસરતના કારણે થતા ફાયદા:-
આ કસરત ને યોગ્ય રીતે કરવાથી તમારા શરીરને ખૂબ જ ફાયદો થશે. અંદાજે બે થી ત્રણ મહિનાની અંદર તમે તમારા શરીરમાં થતો બદલાવ જોઈ શકશો. આ કસરત કરવાના કારણે તમારા પાચનતંત્રને લગતી દરેક બીમારીઓ દૂર થશે તથા તમારા શરીરનો રક્તપ્રવાહ પણ વધશે.
-જો તમને રાત્રે સુવામાં તકલીફ થતી હોય તો આ કસરત ખૂબ જ લાભકારી છે.
-આ કસરત ના કારણે તમારા શરીરનો સ્ટ્રેસ ઓછો થશે તથા તણાવમાંથી મુક્તિ મળશે.
-અ કસરતના કારણે તમારા હૃદયના ધબકારા નોર્મલ સ્થિતિમાં આવી જશે.
-આ રીતે દરોજ ફક્ત પાંચ મિનિટની કસરત દ્વારા તમે રહી શકશો કાયમી માટે તંદુરસ્ત.
લેખન અને સંપાદન:- દિવ્યા રાવલ