મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આખો એ આપણા શરીરનું એક અનમોલ અંગ છે અને તેના દ્વારા જ આપણે સમગ્ર સૃષ્ટિને નિહાળી શકીએ છીએ. જો આપણી પાસે આંખો ન હોય તો આપણી જિંદગી અંધકાર મય બની જાય છે. આંખો વિના વ્યક્તિ હંમેશા અધુરો હોય છે, એટલા માટે જ આપણે હંમેશા આપણી આંખોની સંભાળ રાખીએ છીએ.
આજના ડિજિટલ યુગની અંદર દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન હોવો એ સામાન્ય વાત છે, અને આપણે જોઈએ છીએ કે આજનો આધુનિક માનવી આખો દિવસ મોબાઈલ ની સામે બેઠો રહે છે. મોબાઈલનું સંશોધન લોકોની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે એ જ મોબાઇલ ફોનના કારણે આજના યુવાનો બરબાદ થઈ રહ્યા છે.
આજના નવયુવાનો રાત રાત સુધી જાગીને મોબાઇલમાં ચેટિંગ કરે છે, અને આખી રાત મોબાઇલ સ્ક્રીન ની લાઈટ ની સામે પોતાની આંખો ટકાવી રાખે છે. મોબાઇલની સ્ક્રીન માં હાઇએનર્જી વિઝીબલ લાઈટ એટલે કે બ્લુ-લાઈટ હોય છે. મોબાઈલ માંથી નીકળતી આ હાઇ-એનર્જી વિઝિબલ લાઈટ નજીકના અંતરે તરંગના રૂપમાં આંખોના ટિશ્યુને ખૂબ નુકસાન પહોંચાડે છે.
એક રિસર્ચ પ્રમાણે જાણવામાં આવ્યું છે, કે લાંબો સમય સુધી મોબાઇલની સ્ક્રીન સામે જવાના કારણે આંખોમાંથી પાણી નીકળવા માંડે છે. હવે જાણીએ કે આપણી કઈ ભૂલના કારણે બરબાદ થાય છે આપણી આંખો.
અગાઉ કહ્યા પ્રમાણે સતત મોબાઈલ સ્ક્રીનના સામે જોયા કરવાના કારણે આંખોમાંથી પાણી નીકળવા માંડે છે. એનો સીધો અર્થ એ છે કે આપણી આંખો થાકી ગઈ છે. હવે આપણે રાત રાત ભર ચેટિંગ કરવા માટે આંખોમાંથી નીકળતા આ પાણીને લૂછીને ફરીથી ચેટીંગ કરવા લાગી જઈએ છીએ, અને આ જ છે આપણી સૌથી મોટી ભૂલ, કેમકે આંખોમાંથી પાણી નિકળવું એ આંખો થાકી ગઈ હોવાનું સંકેત છે. આમ છતાં અપણે આપણી આંખોને આરામ આપવાના બદલે આપણા આંસુ લૂછી અને ફરીથી આપણા મોબાઇલમાં મંડાઈ પડીએ છીએ.
આથી સતત મોબાઈલ સ્ક્રીનની સામે જોવાના કારણે જો તમારી આંખોમાંથી પાણી નિકળે તો એને લૂછી ફરીથી મોબાઈલનો ઉપયોગ કરવાના બદલે તમારે તમારી આંખોને આરામ આપવો જોઈએ. એમકરવાથી તમે આંખોને લગતી ભયંકર બીમારીથીઅવશ્ય બચી શકશો.
લેખન અને સંપાદન:- દિવ્યા રાવલ