આજના દોડભાગ વાળા જીવનમાં જયારે આપણે દિવસ આખો બીજા કામોમાં વ્યસ્ત હોઈએ છીએ તો રાત્રે માત્ર પથારી અને ઊંઘ જ નજરે આવે છે. એવું કહેવામાં આવે છે કે માણસે પુરતી ઊંઘ લેવી જોઈએ. તેમણે રોજ ઓછામાં ઓછું ૭ થી ૮ કલાક જરૂર સુવું જોઈએ, તેનાથી આરોગ્ય સારું રહે છે. આમ તો જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે આપણને ઘણા બધા સપના પણ આવે છે. તેમાંથી અમુક સપનાનો ગાઢ હેતુ હોય છે. જ્યારે અમુક અર્થ વગરના હોય છે.
આપડે દરેકે લગભગ એવું સાંભળ્યું જ હશે કે સવાર સવારમાં આવેલા સપના હંમેશા સાચા હોય છે. તેવામાં સપનામાં દેખાતી વસ્તુ ઘણી વખત એ વાત ઉપર પણ આધાર રાખે છે કે તમે રાત્રે સુતા પહેલા શું વિચારી રહ્યા હતા. એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડી એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારે રાત્રે સુતા પહેલા જરૂર જોવી જોઈએ.
જો તમે પણ આ વસ્તુને જોઈ ને સુવાની ટેવ પડશો તો એ વાતની પૂરી શક્યતા રહેશે કે તેની સાથે જોડાયેલી વસ્તુ તમારા સપનામાં પણ આવશે. એ વસ્તુ વિષે અમે તમને જણાવવાના છીએ.
જાણો કઈ છે એ ૫ વસ્તુઓ
૧) મોરપીંછ
હિંદુ ધર્મમાં મયુર પંખને ખુબ જ શુભ ગણવામાં આવે છે. તેવા માં તેને સારા નસીબની નિશાની પણ કહેવામાં આવે છે. તે કારણ છે કે સુતા પહેલા મોરની પીંછુ કે પછી મોરનો ફોટો જોવો ફાયદાકારક રહે છે. તેવામાં જો તમારા સપનામાં મોરપીંછ આવી ગયું તો તે એક સારા નસીબની નિશાની છે.
૨) હાથી
આપડા શાસ્ત્રો અનુસાર હાથીને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, અને તેના દર્શન પણ ખુબજ લાભકારી હોય છે અઆથી જ જો રાત્રે સુતા પહેલા તેના દર્શન કરવામાં આવે તો રાત્રે સપનામાં પણ હાથી જોવા મળે છે. જેનો સીધો અર્થ ઈ થાય છે કે ભગવાન ગણેશ ની કૃપા દ્રષ્ટિ તમારા પર થાય છે અને તમારા જીવનના દરેક વિઘ્ન દુર થવા ના છે.
૩) હંસની જોડ
હંસને પ્રેમ ના પક્ષીઓ માનવામાં આવે છે, હંસની જોડીનો ફોટો જોવો સાચો પ્રેમ મળવાની નિશાની હોય છે. જો તમારા સપનામાં હંસની જોડી આવી જાય તો સમજી લેવું કે તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિ આવવાની છે. તેનો એક અર્થ એ પણ થાય છે કે તમને તમારો સાચો પ્રેમ જલ્દી પ્રાપ્ત થવાનો છે. તેવામાં જો તમે કોઈ સાથે પ્રેમ કરો છો તો તેની સાથે સુમેળ થવાની તક પણ વધી જાય છે.
૪) માં લક્ષ્મી
દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. રોજ સુતા પહેલા લક્ષ્મી માતાનો ફોટો જરૂર જુવો. તેવામાં જો તમને સપનામાં લક્ષ્મીજી આવી ગયા તો સમજો તમને ફાયદો જ ફાયદો થવાનો છે. એ નિશાની છે કે તમારા ભવિષ્યમાં કોઈ ખુબ મોટો આર્થિક લાભ થવાનો છે.
૫) ગાય
ભારતીય સંસ્કૃતિ મુજબ ગાય ને આપડી માતા માનવામાં આવે છે. રોજ રાત્રે સુતા પહેલા ગાય કે તેનો ફોટો જોવો પણ શુભ હોય છે. સપનામાં ગાય જોવાનો અર્થ છે તમારો જલ્દી વિકાસ થવાનો છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.