લોકો તેમના દોષ અને ગ્રહની શાંતિને દૂર કરવા માટે અલગ-અલગ ધાતુંની વીટી પહેરે છે. બધા ગ્રહની શાંતિ માટે જુદી-જુદી ધાતુ હોય છે. પરંતુ બધા ગ્રહના રાજા સૂર્ય ને ગણવામા આવે છે.
જ્યોતિષશાસ્ત્રમા તાંબાને સૂર્ય ની ધાતુ ગણવામા આવે છે. સૂર્યથી સંબંધિત બધા જ રોગોને દૂર કરવા માટે લોકો તાંબાની વીટી પહેરતા હોય છે. તો ચાલો જાણીએ તાંબાની વીટી પહેરવાથી થતા ચમત્કારિક લાભ વિષે..
તાંબાની વીટી પહેરવાથી કિસ્મત અને સ્વાસ્થ્ય ને મળતા ચમત્કારિક ફાયદા, જાણો પહેરવાના નિયમ…
– નિયમ મુજબ સૌથી પહેલા તાંબાની વીટીને સૂર્યની આંગળીમા પહેરવી જોઈએ, એટલે કે રિંગ ફિંગરમા પહેરવી જોઈએ. આ આંગળીમા તાંબાની વીટી પહેરવાથી તમારી કુંડળીમા જે સૂર્યના દોષ છે તેને ઓછું કરવામા મદદ કરશે.
– સૂર્યને સન્માન અને યશના પ્રતીક તરીકે માનવામા આવે છે, તેથી તાંબાની વીટી પહેરવાથી વ્યક્તિને સમાજમા મન, સન્માન, આદર અને પ્રતિષ્ઠા મળે છે.
– તાંબાની વીટી પહેરવાથી, શારીરિક અને માનસિક તણાવ પણ ઘટે છે. સાથે સાથે ગુસ્સો પણ કાબુમા રહે છે.
– તાંબાની વીટી પહેરવાથી, તે સતત આપણા શરીરના સંપર્કમાં રહે છે. જેનાથી આપણા શરીરમા તાંબાના ઔષધીય ગુણધર્મો મળી રહે છે. આ લોહીને સાફ કરવા અને લોહીના પરીભ્ર્માનમા સુધારા કરવા માટે પણ મદદ કરે છે.
– જે વ્યક્તિના શરીરમા કોપરની કમી જણાતી હોય છે, તો એવા વ્યક્તિએ તાંબાની વીટી કે કડો પહેરવી જોઈએ.
– જેવી રીતે તાંબાના વાસણમા રાખેલુ પાણે આપણા સ્વાસ્થય માટે ફાયદાકારક છે તેવી જ રીતે તાંબાની વીટીથી પણ આપણને ઘણા ચમત્કારિક લાભ મળે છે.
– તાંબાની વીટી પહેરવાથી, આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે સાથે ચામડી મુલાયમ અને ચમકદર બને છે.
– તાંબાની વીટી પહેરવાથી, હૃદય સંબંધિત રોગોનુ જોખમ ઘટે છે.
– તાંબાની વીટી પહેરવાથી તમને પેટની વિકૃતિઓ અને તેને લગતી સમસ્યાઓમા પણ રાહત મળી શકે છે.