જાણો સાચી રીત :
સ્વાસ્થ્ય માટે પલાળેલા કઠોળ ખૂબ જ સારા હોય છે પરંતુ શું તમેને કઠોળ પલાળવાની સાચી રીત ખબર છે? જો કઠોળ યોગ્ય રીતે ન પલાળવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. આથી કઠોળ પલાળવાની આ ઉપયોગી ટિપ્સ જરૂર જાણો.
હમેશા કઠોળ સાફ કરીને જ પલાળો :
હમેશા કોઈપણ કઠોળને પલાળતા પહેલા તેને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે ધોઈ લો. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની ટેવ હોય છે. આ કારણથી તેના પર રહેલો પાવડર જેવો કચરો યોગ્ય રીતે સાફ થતો નથી. આથી તેને પલળતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ.
હમેશા કઠોળ ફણગાવવા માટે યોગ્ય પાણી લેવુ ?
કઠોળ પલાળતી વખતે પાણીયોગ્ય પ્રમાણ મા ન લો તો કઠોળ વ્યવસ્થિત રીતે ફૂલતા નથી. આથી જો તમે એક કપ કઠોળ લો છો તો તેની સામે ચાર ગણુ પાણી ઉમેરવું જોઈએ. આવુ કરવાથી કઠોળ યોગ્ય રીતે પલળશે.
કઠોળ કેટલા સમય માટે પલાળવા યોગ્ય ગણાય ?
કઠોળ ને યોગ્ય રીતે પલાળવા તેને ઓછામા ઓછા ૮ થી ૧૦ કલાક સુધી પલાળી રાખવા જોઈએ.
જાણો કઠોળ પલાળવા માટેની યોગ્ય રીત ?
કઠોળ યોગ્ય રીતે પલાળવા હોય તો સૌપ્રથમ દાળને ચાળણીમાં કાઢી લો. પછી તેમાંથી પાણી નીતરી જાય ત્યાં સુધી તેના પર ભીનુ કપડુ ઢાંકીને પલાળવા દો. આવુ કરવાથી કઠોળ સારી રીતે ફણગાવી શકાય છે.
કેટલા સમયમા ફણગાવી શકાય કઠોળ?
કઠોળને યોગ્ય રીતે ફણગાવવા માટે તેને ઓછામાં ઓછો ૨૪ થી ૩૬ કલાક માટે પલાળવા જોઈએ. કઠોળ ફણગાવટી વખતે એને એવી જગ્યાએ રાખવુ જ્યાં વધારે ગરમી કે ઠંડી ન હોય.
ટિપ્સઃ
જો તમે ચાળણીમાં કઠોળ ફણગાવતા હોય તો ચાળણી ની નીચે એક વાટકો રાખી દો. જેથી કઠોળને યોગ્ય હવા મળતી રહે અને કપડાને થોડા થોડા સમયે પલાળતા રહો જેથી દાણા સારી રીતે ફણગાવી શકાય. પરંતુ કપડુ એટલુ પણ ભીનુ કરવું કે જેથી તેમાંથી પાણી ટપકવા લાગે.