પુરૂષ અને મહિલાઓ પોતાનો કિમંતી સામાન મુકવા માટે હમેશા પર્સનો ઉપયોગ કરતા હોય છે. બધા એવુ ઈચ્છતા હોય છે કે તેમનુ પર્સ હંમેશા માટે પૈસાથી ભરેલુ જ રહે અને ફાલતૂ ખર્ચ ક્યારેય ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ હોવુ એ પણ મહત્વ રાખે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ જાણો એવા કેટલાક ઉપાયો કે જેનાથી તમારુ પર્સ રહેશે પૈસાથી ભરેલુ.
– પર્સમા રૂપિયા ક્યારેય પણ ઘડી કરીને કે વાળીને ક્યારેય ન મુકો.
– પર્સમા રૂપિયા કે પૈસાની સાથે ખાવાની વસ્તુઓ ક્યારેય ન રાખો.
– બેઠેલા લક્ષ્મીજીની મુદ્રા વાળી તસ્વીર કાયમ માટે પર્સમા રાખો.
– પર્સમા રૂપિયા કે પૈસા જ્યા રાખો છો ત્યા એક કોડી કે ગોમતી ચક્ર રાખવાથી ધનનો વરસાદ થશે.
– લાલ રંગના કાગળ પર પોતાની ઈચ્છા લખીને લાલ રેશમી દોરાથી ગાંઠ બાંધીને પર્સમા રાખી દો. તમારી બધી જ ઈચ્છાઓ જલ્દીથી પૂરી થશે.
– હમેશા માટે એક ચપટી ચોખા પર્સમા રાખવાથી પૈસા ની આવક વધશે અને ફાલતુ ખર્ચ ઘટશે.
– પર્સમા અરીસો કે નાનકડુ ચપ્પુ જરૂર રાખો.
– જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાંબા, ચાંદીની ચીજો પર્સમાં રાખવી લાભકારક હોય છે.