તમારા ઘરમાં જ ઉપાય છે તમારી પાતળી આઇબ્રોને ઘાટી કરવા માટે, તો વાંચો અને આજથી જ અપનાવી જુઓ…

ચહેરાની ખુબસૂરતીમાં ચાર ચાંદ લગાવવા આઇબ્રોનું ખૂબ જ મહત્વ રહેલું છે. જો કે ઘણી છોકરીઓની આઇબ્રો વધુ પ્રમાણમાં પાતળી હોવાથી તેઓ અનેક ઘણી મુશ્કેલીમાં મુકાઇ જતી હોય છે. આમ જો તમે પણ આ સમસ્યાથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે. તો નજર કરી લો તમે પણ એકવાર આ ટિપ્સ પર…

1. કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરો

આઇબ્રોનો ગ્રોથ વધારવા માટે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ તેલને હળવા હાથે આઇબ્રો પર 2-3 મિનિટ માટે મસાજ કરો. મસાજ કર્યા બાદ તેલને 30 મિનિટ સુધી આઇબ્રો પર રહેવા દો. ત્યારબાદ ફેસવોશથી ચહેરો ધોઇ દો. જો કે આ બાબતમાં ખાસ ધ્યાન એ બાબતનું રાખવું કે જો તમને આ તેલ લગાવ્યા બાદ બળતરા થાય તો તરત જ ફેસ ધોઇ લેવો.

2. દૂધ છે ફાયદાકારક

દૂધમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન્સ અને પ્રોટીન હોય છેજે વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ કોટન રૂ લો અને તેને 5 મિનિટ દૂધમાં પલાળી રાખો. પછી પલળી ગયેલા એ રૂથી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી મસાજ કરો. આમ, જો તમે આ પ્રોસેસ સતત 15 દિવસ સુધી કરશો તો તમારી આઇબ્રોના ગ્રોથમાં વધારો જોવા મળશે.

3. નારિયેળ તેલનો ઉપયોગ કરો. વાળ માટે નારિયેળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળ તેલ લગાવવાથી આઇબ્રોનો ગ્રોથ પણ વધશે અને શેપ પણ એકદમ મસ્ત થઇ જશે. સૌ પ્રથમ રાત્રે સૂતા પહેલા આઇબ્રો પર નારિયેળ તેલથી મસાજ કરો અને પછી સવારમાં ઉઠીને ચહેરો ધોઇ લો. આમ, જો તમે નારિયેળ તેલનો આ રીતે સતત 20 દિવસ સુધી ઉપયોગ કરશો તો પાતળી આઇબ્રો જાડી થશે અને દેખાવમાં પણ એકદમ મસ્ત લાગશે.

4. ડુંગળીનો રસ છે બેસ્ટજાડી આઇબ્રો માટે ડુંગળીના રસનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ પ્રયોગ કરવા માટે તમે એક ડુંગળી લો અને તેને સરખા પ્રમાણમાં કટ કરી લો. ત્યારબાદ તેને મિક્ક્ષરમાં લઇને રસ કાઢી લો. હવે આ રસને કોટન રૂની મદદથી 15 મિનિટ સુધી સવારમાં મસાજ કરો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે.

5. એલોવેરા એલોવેરા કોઇ પણ જાતની સ્કિનની સમસ્યાઓને દૂર કરવા માટે અક્ષીર સાબિત થાય છે. એલોવેરા વાળને ન્યૂટ્રિશન આપવાની સાથે ડેમેજ વાળને પણ સારા કરવામાં મદદ કરે છે. એલોવેરાના પાનમાં ભીનાશનો સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છેમાટે તેના રસને ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. ઘણીવાર ત્વચા દાઝી જવા પર પણ તમે એલોવેરાનો રસ લગાવી શકો છો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક બ્યુટી સંબંધિત વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *