જો તમને પણ સવારમાં ખાલી પેટે ચા પીવાની આદત છે, તો જરૂર વાંચો આ અહેવાલ

આપણા દેશમાં સૌથી વધુ પીવાતું લોકપ્રિય પીણું એટલે ચા. આપણા દેશના અંદાજે ૮૦ થી ૯૦ ટકા લોકોને ચા પીવાની આદત છે, અને જ્યાં સુધી વાતો દરમિયાન ચાની ચુસ્કીઓ ન લાગે ત્યાં સુધી તેની વાત અધૂરી રહે છે. મોટેભાગે લોકો સવાર-સવારમાં ગરમ ચા પીવાનું પસંદ કરે છે. ભારત દેશમાં સવારમાં ગરમા-ગરમ ચા પીવા વાળા લોકોની કોઈ કમી નથી. ચાની અંદર આદુ-તુલસી, એલચી તથા તજ જેવી અનેક વસ્તુઓ મેળવી અને લોકો પોતાના સ્વાસ્થ્યની પણ જાળવણી કરે છે.

જો સવાર-સવારમાં દૂધ વગરની ચા એટલે કે બ્લેક ટી પીવામાં આવે તો તેના ઘણા ફાયદા છે જેમાંનો એક છે કે બ્લેક ટી પીવાના કારણે તમારા પેટની વધારાની ચરબી દૂર થાય છે. પરંતુ જો આ જ બ્લેક ટી વધુ માત્રામાં પીવામાં આવે તો તમારા પાચનતંત્રને અંદર નુકશાન પહોંચાડે છે. તે તમારા છાતીમાં બળતરા ઉત્પન્ન કરે છે તથા ઊલટીની સમસ્યા પણ કરે છે. અમે આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે સવાર સવારમાં ખાલી પેટે ગરમ ચા પીવાના કારણે થતા નુકશાન.

સવાર સવારમાં ખાલી પેટે ગરમ ચા પીવાના કારણે તમારી મેટાબોલિઝમ સિસ્ટમ અનિયમિત થઈ જાય છે, જેના કારણે તમારું પેટ ડમડમાં જેવું લાગે છે અને તમને ગભરાટ થવા માંડે છે. એક રિસર્ચ પ્રમાણે જાણવામાં આવ્યું છે કે જે લોકો સવારમાં ખાલી પેટે વધુ દૂધવાળી ચા પીવે છે, તેને ઝડપથી થાક લાગે છે તથા તેને એસિડીટીનો પ્રોબ્લેમ પણ જોવા મળે છે.

એક વૈજ્ઞાનિક શોધની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ખૂબ વધુ ગરમ ચા પીવાના કારણે અન્નનળી ના કેન્સર થવાનું પણ ખતરો રહેલો છે, કેમકે ગરમ ચા અન્ન નાડીના કોષોને નુકસાન પહોંચાડે છે.

જાને સવારની રાણી કહેવામાં આવે છે પરંતુ જો તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પીવામાં આવે તો જ તે લાભકારી છે અન્યથા તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે

લેખન અને સંપાદન:- દિવ્યા રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *