જીવનમાં શાંતિ જોઈએ છે ??? તો વાંચો પાંચ મિનીટ કાઢીને બીકે શિવાનીજીનું પ્રવચન……..

હું જે કંઈ પણ અત્યારે લખી રહી છું એ મને થયેલી અનુભૂતિ છે. ભગવાનને હું પ્રાર્થના કરું કે મારું આ લખાણ જો કોઈને પણ સ્પર્શે તો એ મારું સદ્દભાગ્ય ગણાશે.

Bk Shivaniji રાજકોટ આવવાના હતા.. પાસ મળશે કે નહીં મળે.. અને મળે તો પણ પ્રોગ્રામમાં હું જઈશ કે નહીં જઉં.. આવા પ્રશ્નો પછી આખરે એ દિવસ આવી પહોંચ્યો અને હું એ દિવ્ય આત્માના તેજને દૂરથી પણ અનુભવી શકી એનો મને અનેક અનેકગણો આનંદ છે.

કાર્યક્રમની શરૂઆત મધુર સંગીતથી થઇ. ત્યારબાદ સુરેશ ઓબેરોયએ એમના સંસ્મરણો વાગોળ્યા. એના પરથી ફલિત થયું કે આપણી ગુજરાતી કહેવત “પ્રકૃતિ પ્રાણ સાથે જાય” માં હવે બદલાવની જરૂર છે.

પછી શિવાનીજીએ મનથી અસ્થિર એવા બધાંની ઊર્જાને એકત્રિત કરી અને ઓડિટોરિયમમાં અનેરી શાંતિ પ્રસરી ગઈ. એ બોલી રહ્યા હતા પણ એમને સાંભળ્યા જ કરવાની લગન લાગી હતી. ખરું કહું તો એમણે સાદી ભાષામાં અતિ ગૂહ્ય જ્ઞાનનો પરિચય કરાવ્યો.

એમણે વાતની શરૂઆત એક પ્રશ્નથી કરી. આજે અત્ર તત્ર સર્વત્ર disturbance છે. તો આ disturbed હોવું શું છે?? definite?? normal?? પછી એમણે બહુ ચોટદાર વાત કરી. જો disturbance નોર્મલ હોય ,જીવનનો એક ભાગ હોય તો માણસને શાંતિની જરૂર કેમ છે??

ત્યારબાદ એમણે ત્રણ પ્રકારની ઊર્જાની વાત કરી.
1) Reflective Energy
2) Absorbing Energy
3) Transforming Energy

Reflective એટલે કોઈપણ પરિસ્થિતિમાં આપણે કઇ રીતે reflect કરીએ છીએ. કોઈ અવળું બોલે એટલે આપણે પણ એવો જ response આપવો.. that is reflective.
Absorbing એટલે કોઈ આપણને દુઃખી કરે તો એ દુઃખ આપણે મનમાં સંઘરીને અંદર દુઃખી થઈએ.
Transforming નો મતલબ આ લખનારે પણ જીવનમાં ઉતારવો જ રહ્યો. કોઈ નેગેટિવ એનર્જી આપણી તરફ મોકલ્યા જ કરે અને આપણે દરેક વખતે એને પોઝિટિવિટી જ મોકલીએ તો શિવાનીજી કહે છે એમ આપણી કાર્મીક બેલેન્સશીટ બરાબર થઇ જાય.

એમણે કહ્યું કે, જેમ માં બાપ એમના સંતાનનું બૂરું ના ઇચ્છે તેમ જ આ તો પરમપિતા છે. એ આપણા બધાનું બૂરું કેવીરીતે ઇચ્છી શકે?? એમણે ભાગ્યવિધાતાનો પણ ખૂબ સુંદર અર્થ આપ્યો. ભાગ્યવિધાતા એટલે એ જે આપણને ભાગ્યનું વિધાન કરતા શીખવે. એનો અર્થ એવો થયો કે જે કંઈ પણ આપણી સાથે થઇ રહ્યું છે એના માટે આપણા સંસ્કાર જે આપણે સાથે લઈને આવ્યા છીએ એ જ જવાબદાર છે. જો આપણે ઇચ્છીએ તો આપણે બધી જ ગાંઠ*(*પછી એ સંબંધોમાં પડેલી કેમ ન હોય ).. ને છોડતા જઈશું તો ભાગ્ય બદલતું જ જવાનું.

ભગવદ્દગીતામાં ભગવાને કહ્યું છે કે કર્મની ગતિ અતિ ગૂહ્ય છે. એ જ વાતની યાદ શિવાનીજીએ ફરીથી અપાવી.
ખાસ એમણે ‘માફી’ આપવા પર ભાર મૂક્યો અને કહ્યું કે we don’t have the power to forgive anybody, we have the power to forgive ourselves. બીજાને માફ કરવામાં આપણે આપણી જ જાતને માફી આપી રહ્યા છીએ અને આપણો જ જન્મારો સુધારી રહ્યા છીએ.

છેલ્લે એમણે એ વાતની પ્રતીતિ કરાવી કે આપણે બધા satyugi divine souls છીએ. I agreed word by word.

આટલા માણસોમાં આસ્તિકતા હશે અને નાસ્તિકતા પણ હશે જ. છતાંય એમનું પ્રવચન પૂરું થયું ત્યાં સુધી વાતાવરણમાં મૌન હતું. એમના કારણે એ પરમ તત્વ સાથેનો નાતો આજે વધુ મજબૂત બન્યો.

નોંધ: હું કોઈપણ ધર્મની ફોલોઅર નથી. માત્ર જે સારું લાગ્યું એ જ તમારી સાથે શેર કર્યું. તમે વાંચ્યું એ માટે તમારો ખૂબ આભાર.

લેખન.સંકલન – ખુશાલી બરછા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *