જિંદગી જીવી તારે નામ – અંધારામાં થયો પ્રેમ !! ખુબ જ હૃદયસ્પર્શી નવી વાર્તા !!!

ગાડી પુરપાટ ઝડપે હાઇવે નંબર આઠ ઉપર અમદાવાદથી ઉપડીને નીકળી હતી.જુના ગીતોનો અવાજ આવતો હતો. ગાડીના બધા કાચ બંધ હતા. શિયાળો હોવાને કારણે ધીમે ધીમે ગાડીમાં હિટર ચાલતું હતું.એક હાથ ગાડીના સ્ટેરીંગ ઉપરને બીજો ગેર ઉપર હતો.શાંત મનથી અલય ગાડી ચલાવતો હતો.થોડીવારમાં તો ગાડીએ ગાંધીનગરનું સર્કલ ચ પાર કરી દીધું.

અલયની આખો પણ રસ્તાની બન્ને બાજુએ હતી. આજે થોડું મોડું થયેલું હોવાથી ઘરે જવાની ઉતાવળ હતી. કોઈ મળી જાય તો બેસાડી લઉં તેવું અલયનું મન વિચારતું. અક્ષરધામ સુધી કોઈ મળ્યું નહીં. તેને હવે એકલાજ જવાનો નીર્ધાર કર્યો. અલય રોજ અમદાવાદથી નીકળીને શામળાજી જતો. તેનો સ્વભાવ હસમુખો હતો. બોલવાની ટેવ પણ વધુ હતી. જલ્દી આત્મીયતા બીજા જોડે કરી લેતો.

ગાંધીનગરથી જેવો બહાર નિકાર્યો કે પુલના સેડે એક યુવતીએ હાથ લંબાવ્યો. ગાડી આગળ જઈને ઉભી રહી. પેલી યુવતીને આવતી જોઈને અલયએ ગાડી રિવસમાં પાછી કળી. જોડે આવતો તેને પોતાના કાચ નીચે કર્યાં. પેલી યુવતી બોલી ” લિફ્ટ મળશે, મારે હિંમતનગર જવું છે”. …. અલયએ તરત દરવાજો નીચે કર્યો. પેલી યુવતી ગાડીમાં બેસી ગઈ.

ગાડીમાં બેસતાજ,ગાડીમાં ખુશનુમા વાતાવરણ થઇ ગયું. પાવડર અને બોડીસપ્રેની સુગંધ આવતી હતી. અલય હવે ગાડી ધીરે ધીરે હકવાની ચાલુ રાખી. તે ઊંડા શ્વાસ લઈને પેલી સૂગન્ધને પોતાની અંદર ઉતારતો હતો.થોડીવારમાં અલયએ કહ્યું ” જોબ કરો છો”. ” હા, અમદાવાદ સરદારનગર ઓફિસમાં કામ કરું”. ” ઓહ ! સરસ , હું પણ માર્કેટિંગનું કામ કરું છું. મારે પોતાનો બિઝનેશ છે. આપણું શુભ નામ”. ” શ્યામલી”. ….. જેવું નામ તેવો જ ચહેરો હતો. સુંદર મુખ, નમણું નાક, કાળી આખો, અને તેમાં તેના ભરાવદાર હોઠ તેની સુંદરતાને વધુ સુંદર કરતા હતા. ભાલમાં નાની લાલ ટીલી કરેલ. ગુલાંબી સાડીમાં તેનું રૂપ ખુબ જ ગજબનું દેખાતું હતું.

” તમારે મોડુંના થતું હોય તો એક કપ ચા થઇ જાય. હું ઠન્ડીમાં ચા ખુબ પીવું” . ” ઓક , નો પ્રોબ્લેમ “. અલય શ્યામલી જોડે થોડો સમય વિતાવવા માંગતો હતો. માટે તેને ચા પીવાનું નક્કી કર્યું. હોટેલ ચંદન ઈન માંબન્ને પહોંચી ગયા. ચા આવી ત્યાં સુધીમાં બન્ને ગપ્પાં મારતા હતા. આજે અલયનો જન્મદિવસ હોવાથી તેના પિતાના પણ ઘણા કોલ આવતા હતા. તેમની વાતો ઉપરથી શ્યામલીને ખબર પડી ગઈ. તે ત્યાંથી ઉભી થઈને અલયમાટે શિવનું એક સરસ કિચન લઇ આવી. તેને અલયને કિચન આપ્યુંને જન્મદિવસની શુભેચ્છાઓ કહી. અલયએ એક ડેરી મિલ્ક લીધી. શ્યામલીને આપી.

બન્ને ગાડીમાં બેસીને નીકળી ગયા. શ્યામલીનો નંબર અલયએ લઇ લીધો. ” કાલે મળશું આવવું હોય તો એમ કહ્યું”. મોતીપુરા તેને ઉતાળી તે નીકળી ગયો. રાતે પોતાની જન્મદિવસની ઉજવણી કળી. મોડે સુતા સમયે તેને શ્યામલીને એક એસ.એમ.એસ કરી લીધો. ” હર મહાદેવ.., હું સવારે નવ વાગે આવી જઇશ”.

સવારે શ્યામલી કદી મોબાઈલ ખાસ જોતી નહિ. સવારે તેને જોઉં તો અલયનો મેસેજ હતો. તે અલયના નખરા જોઈને સમજી ગઈ. ફટાફટ તે તૈયાર થઇને ચાર રસ્તે આવી ગઈ. થોડીવારમાં અલય આવી ગયો. તેને નક્કી કરેલું કે જો શ્યામલી આજે આવશે તો સમજવું કે રોજનો સાથ મળી જશે. તેની નજર શ્યામલીને શોધતી હતી ત્યાં સામે પર્પલ સાડીમાં શ્યામલી દેખાઈ. જાણી જોઈને શ્યામલીએ હાથ બતાવ્યો. ગાડી ત્યાં ઉભી કળી. નાનું સ્મિત આપ્યું અને ગાડીમાં બેસી ગઈ.

ધીરે ધીરે વાતો કરતા બન્ને ચાલી નીકળ્યા. શ્યામલીને અલયની વાતો અને તેનો સ્વભાવ આકર્ષવા લાગ્યો. હવે તો રોજનો સાથ થઇ ગયો. અલય પોતાની સાથે શ્યામલીને લઈ જતો અને લાવતો.ઘરે આવીને બન્ને રાતે એકબીજાની યાદોમાં વિતાવતા. અલયને શ્યામલીને ચાહતો પણ કહી શકતો નહીં. શ્યામલી પણ અલયને બેહદ પ્રેમ કરવા લાગેલ. શ્યામલી રાહ જોતી હતી કે અલય તેને પ્રપોઝ કરે. છ મહિના સુધી શ્યામલીએ રાહ જોઈ. અલય તેના વખાણ કરતો બન્ને સાથે ફરતા પણ કોઈ ઇજહાર કરતુ નહીં. બન્ને જાણતાં કે પ્રેમ હવે પુરેપુરો ખીલી ગયો છે.

એક દિવસ બન્ને અક્ષરધામ મંદિરમાં ગયા. ત્યાંથી બહાર આવીને ઉભા હતા કે અચાનક એક ગાડી જોર થી ટ્રંક સાથે અથડાઈ કે શ્યામલી તે જોઈને અલયને છાતીએ ભેટી પડી. કઈ જાનહાની થઈ નહોતી. અલય વિચારતો કે સારું થયું ગાડી ઠોકાઈ. તેને શ્યામલીને થોડીવાર માટે તો પોતાની છાતીએ જ ચાંપી રાખી. બન્ને ત્યાથી પોતાની ગાડી જોડે ગયા. અલયએ કહ્યું ” શ્યામલી…આ દિવસ ની હું રાહ જોતો હતો”. શ્યામલીએ તરત તેને એક લાફો ધીરે રહીને આપ્યો. અલય તો શોભો પડી ગયો. ” તને ખબર છે અલય, આ વાત સભારવા મારા કાન ક્યારના તરસી રહ્યા હતા”. આ સાંભરતો જ અલય ખુશ..ખુશ થઇ ગયો. ” મને ડર હતો કે તું ક્યાંક ના પાડે. આપણી વચ્ચે દુરીયા થઇ જાય માટે હું મૌન હતો”. અંધારું થઇ ગયું હતું. ફરીથી અલયએ પોતાના બન્ને હાથ લમ્બવ્યા શ્યામલી તેને ભેટી પડી.

દિવસે ને દિવસે બન્નેનો પ્રેમ સીમાઓ બહાર જવા લાગ્યો. બન્ને દરેક ક્ષણ એકબીજાની યાદોમાં રહેવા લાગ્યા. શ્યામલીએ લવ મેરેજ કરવા કહ્યું. અલયએ ના પડી.” હું આવીશ તો તારા ઘરેથી જ તને લઇ જઈશ. સાથ ફેરા ફરીને”. શ્યામલીના ઘરે બધા તૈયાર હતા. અલય કહેતો કે ” તું કાલે મારા ઘરે આવ. હું પાપા ને વાત કરી લીધી છે. તું કાલ તૈયાર રહેજે હું તને લેવા આવીશ”. અલયની વાત સાંભળીને તે ખુશ થઇ ગઈ.

આખી રાત શ્યામલીએ તેના સ્વપના જોયા. સવારે વહેલા તૈયાર થઈને તે ચાર રસ્તા ઉપર જતી રહી. ગાડીઓની અવરજવર ચાલું હતી. સમય વીતવા લાગ્યો પણ અલય આવ્યો નહીં. તેને અલયને કોલ કળ્યો પણ મોબાઈલ બન્ધ આવતો હતો. તે નિરાશ થઈને ઘરે ગઈ. રાતે પણ તેને મેસેજ કાળ્યા પણ કઈ જવાબ આવ્યો નહિ. બે દિવસ પછી તેના મોબાઈલ ઉપર કોલ આવ્યો કે ” અલયને ભૂલી જાજે”. આ વાત સાંભળીને તે ખુબ દુઃખી થઇ પણ તેનું હ્દય હજુ એ વાત માનવા તૈયાર ન હતું.અલયની યાદમાં તેની આખો પણ સુજી ગઈ હતી. ધીરે ધીરે તેને પોતાની જાતને સંભાળી. છ મહિના પછી તેને જોબ સોડી દીધી અને સામાજિક સંસ્થા સાથે જોડાઈ. જ્યાં ગરીબ અને ઘરડા લોકોની સેવા કરવામાં આવતી.

શ્યામલીને આ કામ ખુબ ગમતું. તે ગરીબીમાં રહેતા લોકોની સેવા કરવા લાગી. હવે તો જન સેવા એજ પ્રભુ સેવા તેના જીવનનું એક સૂત્ર બની ગયું હતું. રાત દિવસ તે લોકો વિષે જ વિચારતી. ગરીબ લોકોની સેવા કરીને તેને આનઁદનો અહેશાસ થતો. એવો કોઈપણ દિવસ ન હતો કે અલયની યાદ ના આવી હોય. અલયને શોધવા માટે પણ તેને ઘણી કોશિશ કરી હતી. તેના ઘરને તાળું હતું. છેલ્લે તેને સામાજિક સઁસ્થામાં જોડાઈ હતી.ગુજરાતમાં જુદી જુદી જગાએ કામ કરવા જવું પડતું. સેવા કરવામાં તેને જરાય થાક લાગતો નહીં. તેના સારા કાર્યથી શ્યામલીના ખુબ વખાણ કરવામાં આવતા. શ્યામલીને ઘણા પુરસ્કાર મળ્યા હતા.તેમની સઁસ્થાએ ઘરડા લોકોને લઈને શામળાજી ના પર્યટન પર જવાનું નક્કી કર્યું. બસમાં લઈને જવાનું નક્કી થયું. બધા નામની યાદી આવી બનાવી પચાસ લોકોને લઈને જવાનું હતું.

શામળાજી જવાનો સમય આવી ગયો. સવારે વહેલા બસ અમદાવાદથી ઉપાડી. બસમાં ભજન,કીર્તન ગાવામાં આવતા હતા.થોડા સમયમાં બસ શામળાજી પહોંચી ગઈ.શ્યામલી અને બીજી સેવિકાઓ એ બધા ઘરડા લોકોને દર્શન કરાવ્યા.હવે તેમના જમવાની સગવડ કરવાની હતી. શ્યામલી એક ખુલી જગા શોધવા નીકળી. ખુલી જગા દેખાઈ ત્યાં એક ઝાડ હતું વડલાનું ખુબ ગટાદાર હતું. શ્યામલી ત્યાં પહોંચી ને તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ. ઝાડ નીચે એક યુવાન સૂતો હતો તેનો એક હાથ તેના માથા નીચે હતો. પગ ઉપર પગ ચડાવેલા હતા.અને એક હાથે તે શિવજીનું કિચન પિતાની પહેલી ઊંગલીથી ફેરતવો હતો. શ્યામલી જોડે ગઈ જોયું તો અલય. અલય તેને જોઈને ઉભો થયો. થોડીવાર બન્ને એકબીજા સામે જોતા રહ્યા. શ્યામલીની આખોમાંથી પાણી આવતું હતું. અલય તેની જોડે આવે છે. તેની અખોના આશુને પોતના હાથોથી લૂછે છે. ” ક્યાં ખોવાઈ ગયો હતો ? .

કેમ મને છોડીને ભાગી ગયો ?”. અલયએ તેનો હાથ પોતાના હાથમાં લીધો. શ્યામલીને પોતાની આહોશમાં છુપાવી દીધી. ” આજે કઇ પણ ના કહેતી. હું તારો ગુનેગાર છું . પણ અત્યારે તું મારી જોડે આવ. આપણે બન્ને બેસીએ વાતો કરીએ. તારા સવાલના બધા જવાબ સાંજના આપીશ”. ….. શ્યામલીએ આવેલા લોકોને જમવાની સગવડ કરવાનું જણાવ્યું. શ્યામલી ત્યાં ગઈને સગવડ કરી આવી. થોડીવારમાં તે પાછી આવી ગઈ . શ્યામલીના ખોળામાં અલય માથું નાખીને સૂતો હતો. બન્ને પ્રેમભરી વાતો કરી. લગભગ ત્રણ કલાક અલય શ્યામલી જોડે રહ્યો.

અલયએ કહ્યું ” હવે તું પેલા ઘરડા લોકને જોઈ આવ. કોઈ તકલીફ તો નથી ને ? “. શ્યામલી ગઈ કે તરત પાછી આવી ગઈ. તે આવીને જોયુ તો અલય ત્યાં ન હતો . તે જગાએ એક આડેધડ ઉમરની નારી બેઠી હતી. શ્યામલીએ આજુબાજુ તપાસ કરી પણ કોઈ મળ્યું નહીં. થાકીને પેલી નારીને કહ્યું ” તમે અહીં એક યુવાન હતો તેને જોયો ?”. સામેથી જવાબ આવ્યો ” શું નામ ?”. ” અલય”. …. આ નામ સાંભળીને પેલી યુવતી ચોંકી ગઈ. તેને શ્યામલીને પાસે બોલાવી બધી વિગત જાણી. શ્યામલીએ પોતાના પ્રેમની વાત કરી તે સાંભળ્યા પછી પેલી યુવતી રડવા લાગી. શ્યામલીએ તેનું રડવાનું કારણ પૂછ્યું તો તે બોલી ” અલય તારાથી દૂર ગયો એનું કારણ હું શું. અલય મારો દીકરો હતો. તેના મૃત્યુને એક વર્ષ થઇ ગયું. અલય તારી જોડે જ લગ્ન કરવા માંગતો હતો. મારે અમારા સમાજની એક શિક્ષિકા જોડે તેના લગ્ન કરાવવા હતા. તેને ખબર પડી કે લગ્ન તારી જોડે હું નહિ જ કરવા દઉં. એક દિવસ તે આ ઝાડ નીચે આવીને દવા પીધી. દુઃખ એ વાતનું છે કે તે આ દુનિયામાં નથી . એનાથી વધુ દુઃખ એ છે કે તેના મૃત્યુના સમાચાર સાઁભળીને તેની સાવકી માં તેની સાથે જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. તે બન્નેની અંતિમયાત્રા સાથે કાઢી. બે દિવસ પછી તેના પિતા પણ મૃત્યુ પામ્યા. હું તે દિવસથી અહીં રખડું છું. ઘણા લોકો કહે છે કે અલયને અહીં જોયો છે. દીકરી મને માફ કરજે. હું પાપની ભાગીદાર છું”.

થેલીમાંથી શિવનું કિચન અને તેનો ફોટો બહાર કાઢ્યો. શ્યામલીને તે કિચન જોતો મુલાકાતનો પ્રથમ દિવસ યાદ આવ્યો. તેની અખોમાંથી અશ્રુધારા વહેતી હતી. તેને પેલું કિચન પાછું લીધું. અને બોલી ” હવે , તેની આત્માને શાંતિ મળશે”.

પોતાની સામાજિક સઁસ્થામાં અલયની માતાને પણ સાથે લઇ લીધી અને બન્ને ત્યાંથી ચાલતા થયા…

લેખક : મયંક પટેલ…. ઠે:- ભૂતવાસ, ગામ :- વદરાડ !!!!! તા :- પ્રાંતિજ

આપ સૌ ને આ વાર્તા કેવી લાગી ? જો ૧૦ માંથી ગુણાંક આપો તો કેટલા આપો ???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *