દાળ-ભાતને સ્થાન જમવા માં કયારે સ્થાન આપવું લંચ કે ડિનરમા, જાણો
દાળ-ભાત ભોજનમા ક્યારે ખાવા જોઇએ, દિવસે કે રાત્રે ?
ઘણા લોકો રાતે જમવા ની સાથે ભાતને ખોરાક તરીકે ઉપયોગ મા લેતા હોય છે. કેટલાંક લોકો તો દિવસે અને રાતે એમ બન્ને ટાઈમ ભાત ને ખોરાક તરીકે ખાતા હોય છે. કારણ કે આપને એવું વિચારીએ છીએ કે ભાત ખાવાનો કોઇ સમય હોતો જ નથી.
પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાત ખાવાનો યોગ્ય સમય હોય છે. ભાતને હમેશા લંચ ટાઇમમાં એટલે કે દિવસે જ ખાવા જોઇએ રાત્રે ન ખાવા જોઈએ.
કેમ એવું :
ભાત માં ભરપુર પ્રમાણ મા કાર્બોહાઇડ્રેટ આવેલ હોય છે અને કાર્બોહાઇડ્રેટ લેવાનો સાચો સમય હમેશા દિવસનો જ હોય છે. માટે ભાતને હમેશા દિવસે જ ખાવા જોઈએ.
શું થશે :
ભાત દિવસે ખવાતી તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ દિવસભર શરીરને ઊર્જા આપશે. કાર્બોહાઇડ્રેટ ખાવાના ત્રણ ચાર કલાક બાદ લાગેલી ભૂખને પણ દૂર કરી શકે છે. દિવસમા ખાધેલી મોટા ભાગની કેલરીને તમે સરળતાથી પચાવી શકો છો. આથી ભાત ચરબીના રૂપમાં શરીરમાં ભેગો થશે નહિ. રાત્રિના સમયે આ કારણથી ભાત ન ખાવા જોઇએ કે રાત્રે ભાત ખાધા પછી મળતી કેલરીનો વપરાશ થતો નથી અને શરીર મા ચરબી અને જદપના નો વધારો થઈ શકે છે.
વજન અને ચરબી મા વધારો કરશે :
જો ભાત ને અયોગ્ય ટાઈમ પર ખાવામાં આવે તો વજન અને ચરબી પણ વધી શકે છે. કારણ કે તે હાઇ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં બ્લડશુગરના પ્રમાણમ વધારો શકે છે. તે શુગર ફેટમાં ફેરવાઇ જાય છે, અને જેના કારણે એડિપોજ ટિશ્યૂઝમાં જમાં થાય છે. એટલે ફેટ સેલ્સના રૂપમાં શરીરમાં જમા થાય છે.
જો વજન વધારવા જ માંગતા હોવ તો સવારે નાસ્તામાં અને બપોરે લંચ એમ બન્ને સમય ભાતનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે. ભલે તમે જીમ માં જતા હોય અથવા તો સવારમાં પરસેવો પાડવા અલગ અલગ ક્રિયા કરતા હોય, તો પણ રાત્રે તો ક્યારેય ભાત ન જ ખાવા જોઈએ.
જો ભાત ખાવાના શોખીન હોવ અને રાત્રે તમારે કામ રહેતું હોય તો રાત્રે કામ કરતી વખતે ભાતનો ખોરાકમાં ઉપયોગ કરાય. જેથી કામ કરતી વખતે તમને ઉર્જા મળે. પણ રાતમા ૮ વાગ્યા પહેલાં તો ભાત ખાઇ જ લેવા. કારણ કે આના પછી આપણા શરીર ની મેટોબોલિઝમની ઝડપ બહુ ધીમી થઇ જતી હોય છે.