ઘરમા પૈસા હોવા છતા પણ જો તમારા ઘરમા પૈસાની હમેશા માટે તંગી બની રહેતી હોય તો તુલસીજી ના છોડની બાજુમા આ છોડને પણ ચોક્કસથી વાવો.
આવુ કરવાથી માત્ર તમારી મુશ્કેલીઓ જ દૂર નહી થાય પરંતુ સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમારા ઉપર હંમેશા માટે બની રહેશે અને ધનનો વરસાદ થશે.
આવો જાણીએ આ તે કયો છોડ છે કે જે તુલસીજીના છોડની બાજુમાંથી વાવવાથી લક્ષ્મી માતા ની કૃપાથી ઘરમા થશે પૈસાનો વરસાદ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમા વૃક્ષ કે છોડ વાવતા સમયે જો ધ્યાનમા રાખવામા ના આવે તો ઘરના બગીચામા પણ વાસ્તુદોષ લાગી શકે છે. તેનુ પરિણામ લાંબા સમય સુધી આપણે ભોગવવુ પડી શકે છે.
તો જાણો કે ઘરમા કયો વૃક્ષ કે છોડ વાવવાથી શુભ ફળ મળે છે અને શુ વાવવાથી અશુભ ફળ મળે છે.
ઘરમા કેળ નો છોડ, તુલસીજી નો છોડ, ચંપો નો છોડ કે કેતકી નો છોડ વાવવો એ ખૂબ જ શુભ ફળ મળે છે એવુ માનવામા આવે છે.
આવા વૃક્ષ કે છોડ વાવવાથી કયારેય ધનની કમી સર્જાતી નથી.
તુલસીજીના છોડ પાસે કેળ નો છોડ વાવવો જોઇએ. આવુ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ અસીમ કૃપા બની રહે છે અને ધનનો વરસાદ પણ થશે.
એક બાબત ધ્યાનમા રાખો કે જે છોડ કે વૃક્ષના પાનને તોડવા પર તેમાંથી દૂધ નીકળતું હોય તેવા વૃક્ષોને ઘરની આસપાસ ક્યારેય વાવવા જોઇએ નહીં. આવા વૃક્ષ વાવવા એ અશુભ મનાય છે અને તેના લીધે હંમેશા પૈસાની કમી રહેતી હોય છે.