મિત્રો ઉનાળાના જાણીતા ફળ રાવણા (જાંબુ) તો બધા એ ખાધા જ હશે.જે ઉનાળો શરુ થાય કે તરત જ રસ્તા પર આ ફળ મળે છે. આ ફળ જંગલ માં થાય છે અને ખુબજ સસ્તા હોય છે. તેમજ સ્વાદ માં એકદમ સરસ ખાટામીઠા હોય છે જેનો સ્વાદ બધા ને પસંદ આવે છે. પણ શું તમેં જાણો છે આ ફળ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ ફાયદાઓ વિશે.
જાંબુ ખાવાના જોરદાર ફાયદાઓ
1. જો તમે સુગરનાં દર્દી હોય તો, રોજ જાંબુ નું સેવન કરવું જોઈએ. અથવા જાંબુ ના ઠળિયા નું ચૂર્ણ બનાવીને અથવા ખરીદી ને પીય શકો છો. આવું કરવાથી પેશાબ માં બધું જ સુગર નીકળી જાય છે.
2. જો તમારા ઘરમાં કોઈ બાળક પથારી માં પેશાબ કરતુ હોય તો જાંબુ ના ઠળિયા ને પીસી ને પાણી સાથે પીવડાવો. એક ચમચી રોજ પાવાથી આ સમસ્યા નો હલ મળી જશે.
3. 20 ગ્રામ જાંબુ ના ઠળિયા ને પીસીને રોજ સવારે અને સાંજે બે વાર ખાઓ. તેનાથી મધુપ્રમેહ ની સમસ્યા થી છુટકારો મળશે.
4. જો તમને પેટની સમસ્યા હંમેશા રહેતી હોય તો જાંબુ ખુબજ ફાયદાકારક છે. જાંબુના રસ માં યોગ્ય પ્રમાણ માં મીઠું ભેળવીને તેનું સેવન કરવાથી પેટ એકદમ સાફ અને સ્વસ્થ રહે છે.
5. જામ્બુથી ખોરાક ખુબજ જલ્દી પચીં જાય છે. અને ભૂખ ના લાગવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
મિત્રો આ ઉપયોગી માહિતી અન્ય લોકો સાથે જરૂર share કરજો.