જલજીરા
આટલી ગરમી પડી રહી હોય અને તેમાં પણ કઈ ઠંડુ ઠંડુ એક ગ્લાસ જલજીરા પાણી મળી જાય તોતો મજા જ પડી જાય ને? આજે હું લઈ ને આવી છું બાળકો ની ફેવરિટ જલજીરા ઘરે બનાવવાની રેસીપી.
જે 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ખૂબ જ સરસ છે તેમજ ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. આ રેસીપી ફોલો કૃ જો જલજીરા બનાવશો તો એકદમ બજાર માં માડતા પેકેટ જેવી જ જલજીરા બનશે.. જે માત્ર બાળકો માટે જ નહીં પરંતુ બધી જ ઉમરના લોકો પી શકે છે. તેનાથી આપચો, ગેસ,, વગેરે જેવી બીમારીઓ માં પણ રાહત આપે છે. જલજીરા પાણી બનાવવા માટે માત્ર ½ ચમચી જલજીરા પાઉડર પાણી માં મિક્સ કરી બનાવવાથી ખૂબ જ સરસ જલજીરા પાણી બને છે
ઉનાળા માં કઈ ને કઈ ઠંડુ પીવાનું મન થાય ત્યારે જલજીરા પાણી બધા ને પીવડાવવાથી બધા ખુશ થઈ જસે. તેમજ ઘર નો બનાવેલો જલજીરા પાઉડર છે. તેથી કેટલો જૂનો છે કે પડતર હસે કે નહીં. તેની પણ ચિંતા રહતી નથી.
સામગ્રી:
- 20 ગ્રામ ફુદીના પાઉડર,
- 20 ગ્રામ જીરું,
- 10 ગ્રામ મરી,
- 15 ગ્રામ લીંબુ ના ફૂલ,
- 5 ગ્રામ સૂંઠ નો પાઉડર,
- 1 ગ્રામ હિંગ,
- 4 નંગ ઇલાઇચી,
- 15 ગ્રામ સિંધાલૂ નમક,
- 20 ગ્રામ નમક.
- સજાવટ માટે….
- 1 નંગ લીંબુ,
- 1 ગ્લાસ પાણી.
રીત:
સૌપ્રથમ આપણે લઈશું જલજીરા બનાવવા માટે ની સામગ્રીઓ. આ રેસિપિ માં મેઇન સામગ્રીઓ જ છે. પ્રોપર સામગ્રીઓ અને સરખી માત્રા માં બધી જ સામગ્રીઓ લેવાથી જલજીરા એકદમ બહાર જેવી જ બનશે. તો તેના માટે લઈશું. 20 ગ્રામ ફુદીના પાઉડર, જીરું, મરી, લીંબુ ના ફૂલ, સૂંઠ નો પાઉડર, હિંગ, ઇલાઇચી, સિંધાલૂ નમક, નમક.હવે એક પેન માં જીરું, મરી, અને ઇલાઇચી ને ગેસ પર ધીમી આંચ પર સેકી લઈશું. જેથી તેની સુગંદ પણ ખૂબ જ શરશ અવસે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે.
મસાલાઓ ને થોડી સુગંદ આવા લાગે ત્યાં સુધી સેકવા. અને ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી ઠરવા માટે મૂકી દેવું. તેને 15-20 મિનિટ સુધી ઠરવા દેવું. ત્યાર બાદ જ તેનો ઉપયોગ કરવો.
ત્યાર બાદ તેને મિક્ષ્ચર ના નાના જાર માં ઉમેરીશું ક્રશ કરવા માટે. જેથી કૃ ને બધા જ મસાલાઓ સરખા મિક્સ થઈ જાય.
ત્યાર બાદ તેમાં આપણે ઉપર થી બાકી ના મસાલાઓ પણ ઉમેરીશું. જેમાં નમક, 20 ગ્રામ ફુદીના પાઉડર,લીંબુ ના ફૂલ,સૂંઠ નો પાઉડર,હિંગ,,સિંધાલૂ નમક. બધા જ મસાલાઓ ને એકીજોડે પીસી લઈશું.
હવે તેને ક્રશ કરી લીધા બાદ આપણને એક ખૂબ જ સરસ જલજીરા પાઉડર મળી જસે.
પરંતુ તેને ચાળવું જરૂરી છે. તેમાં મસાલાની કણિઑ રહી ગઈ હસે. તો તેને ચારણી વડે ચાળી લઈશું. જેથી આપણને એક બારીક પાઉડર મળે.
ત્યાર બાદ એ પાઉડર ને એક બાઉલ માં કાઢી લઈશું. આ પાઉડર 6 મહિના સુધી બગડતો નથી. તેમજ તેને એક બરણી માં ભરી સ્ટોર કૃ શકાય છે. તો તૈયાર છે. જલજીરા પાઉડ.
હવે એક ગ્લાસ પાણી લઈ તેમાં જલજીરા પાઉડર અને લીંબુ ઉમેરી ઠંડુ જલજીરા પાણી તૈયાર કરી સેર્વ કરો. તૈયાર છે બજાર માં માળતા પેકેટ જેવો જ જલજીરા પાઉડર જેને ઠંડા પાણી, છાસ, સોડા વગેરે જોડે મિક્સ કરી પીવાથી. ખૂબ જ સરસ લાગે છે.
નોંધ: એક ગ્લાસ જલજીરા પાણી બનાવવા માત્ર ½ ચમચી જલજીરા ઉમેરવાથી ખૂબ જ સરસ બને છે. તેમજ આમાં ઉમેરતી બધી જ વસ્તુઓ ના ચોક્સ માપ છે પરંતુ તેને ટેસ્ટ પ્રમાણે વધારો ઘટાડી પણ શકાય છે.
રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.