ચણા મેથીનું અથાણું
ભાખરી, પુરી, પરોઠા કે રોટલી સાથે, ખાખરા સાથે, દાળભાત અને ખીચડી સાથે ટેસ્ટી અથાણાની આખું વર્ષ મજા લો.
ચણા મેથીનું અથાણું બનાવવા માટે જોઈતી સામગ્રી :
- 1 કપ કઠોળના લાલ નાના ચણા,
- 1 ક્પ આખી મેથી,
- 2 કપ કાચી કેરીની કટકી,
- 2 કપ ખાટા અથાણાનો સંભાર,
- 2 કપ તેલ જરૂર પ્રમાણે,
- 1 ચમચી કાચી વરિયાળી,
- 1 નાની ચમચી હળદર,
- મીઠું સ્વાદ મુજબ.
ચણા મેથીનું અથાણું બનાવવાની રીત :
સો પ્રથમ અથાણું બનાવવાની આગલી રાતે કેરીની નાની કટકી કરવી પછી એક વાસણમાં કેરીની કટકી લઈ તેમાં હળદર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી ઢાંકી રાખવું.
તે રાતે જ ચણા અને આખી મેથી સાફ કરી સ્વચ્છ પાણીથી ધોઈ અલગ અલગ વાસણમાં પાણી નાખી પલાળવા.
ચણા અને મેથી પલાળ્યા પછી 2 કપ થશે.બીજે દિવસે સવારે ચણા અને મેથીને ધોઈ લેવા અને સ્વચ્છ કપડા કે પેપર ઉપર સુકાવવા. કેરીના કટકાને પણ થોડું હાથથી દબાવી પાણી કાઢી કપડા ઉપર પંખા નીચે સુકવી દેવા.
બરાબર કોરા થઇ જાય પછી એક મોટા વાસણમાં ચણા, મેથી, કેરીના ટુકડા અને સંભાર બધુ લઈ, સારી રીતે મિક્સ કરો. કાચી વરિયાળી, હળદર અને મીઠું મિક્સ કરો. પછી તેલ ગરમ કરી ઠંડુ કરી લેવું.
પછી તેલ બનાવેલ અથાણાંના મીક્ષણ પર તેલ ધીમે ધીમે રેડી, બરાબર મિક્ષ કરવું.
થોડીવાર પછી તેલ ફૂટી નીકળશે એટલે એકસાથે વધારે તેલ ન ઉમેરવું. તો તૈયાર છે ચણા મેથીનું અથાણું.
નોંધ: અથાણામા તેલ બરાબર ડૂબાડૂબ હોવું જોઈએ નહી તો અથાણું બગડી જવાના સંભવ છે. ઘણાંને સંભાર વધુ ગમતો હોય તો વધારે નાખી શકે છે અને તો તેલ પણ વધુ જરૂર પડે છે . ફ્રિજમાં એક વર્ષ સુધી સાચવી શકાય છે.
બાળકોને હોસ્ટેલ માટે બનાવી આપવું હોય તો ફ્રિજમાં ન મૂકવું અને તેલથી ડૂબેલું રાખવું… 6 મહિના સાચવી શકાશે.
રેસિપીનો વિડીયો જોવા ક્લિક કરો :
રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.