ઘી ખાવાના ફાયદાઓ વાંચો ને કાલથી જ શરૂ કરી દો ઘી ખાવાનું….

ઘી ના આ ફાયદાઓ જાણીને આશ્ચર્ય ન પામશો.

ગાયનુ ઘી ખાવાના ફાયદા ઘણા છે, પરંતુ આજકાલ લોકો તેમના સ્વાસ્થ્યને કારણે જેમકે અધિક વજન અને કોલેસ્ટેરોલ વિશે ચિંતિત છે. આજે લોકો ઘી ખાતા નથી કારણ કે તેમને ડર છે કે તેમનું વજન ઘી થી વધી નઈ જાય ને ! પણ મિત્રો, ગાયનુ ઘી આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. હા, તમે સાચું જ સાંભળ્યું છે, ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ગાયનુ ઘી સ્વાદિષ્ટ અને સુગંધિત હોવાની સાથે સાથે કોઈ દવા કરતાં ઓછુ નથી. આયુર્વેદમાં, ગાયના ઘીને અમૃત તરીકે વર્ણવવામાં આવે છે. જો ગાયનું ઘી નિયમિતપણે ખવાય છે, તો વધતા વજનને કાબુમાં તો રખાય જ, સાથે સાથે કોઈ પણ પ્રકારના રોગોથી બચાવ પણ થાય છે. જેમ ગાયનુ દૂધ ઊર્જાથી ભરપુર હોય છે, એમ દેશી ઘી પણ ઉર્જાથી સમૃદ્ધ છે. ગાયનુ ઘી ખાવાથી ચહેરા પર એક ચમક આવે છે, સાથે સાથે શરીરમાં ઊર્જા અને મગજમાં તીવ્રતા આવે છે.

ઘી ખાઈને કોલેસ્ટ્રોલ ઘટાડો

ગાયનુ ઘી ખાવાથી, રક્ત અને આંતરડામાં રહેલા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઓછુ થાય છે. આવું થવાનું કારણ એ છે કે ઘીથી બાઈલરી લિપિડનો સ્ત્રાવ વધે છે. ઘી શરીરમાંના ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ માપમાં રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તેથી જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાને કારણે મુશ્કેલીમાં હશો તો ગાયના ઘીને તમારા ખોરાકમાં ઉમેરો.

ઘી પાચન તંત્રને મજબૂત બનાવે છે
ઘી નો સ્મોકિંગ પોઇન્ટ અન્ય ચરબીની તુલનામાં ઘણો વધારે છે. આ જ કારણે એ રસોઈ વખતે સરળતાથી બર્ન નથી થતી. ઘીમાં હાજર સંતૃપ્ત બોન્ડની માત્રા ખૂબ ઊંચી હોય છે, જેથી મુક્ત રેડિકલ નીકળવાની સંભાવના ઓછી હોય છે. ઘીમાં જોવા મળતા નાના ફેટી એસિડ્સની હાજરી શરીર દ્વારા ખૂબ જ ઝડપથી વાપરી શકાય છે. જેના દ્વારા તમારા શરીરની પાચન તંત્ર સારું થાય છે.

ઘી હૃદય માટે પણ ફાયદાકારક છેઅત્યાર સુધી લોકો સમજતા હતા કે દેશી ઘી રોગોનું સૌથી મોટું કારણ છે. પરંતુ આ સાચું નથી કારણ કે ગાયનું ઘી હૃદય સહિતના ઘણાં રોગો દૂર કરવામાં મદદ કરે છે. હૃદયની નળીઓ બ્લોક થઇ જવાનો પ્રોબ્લેમ હોય તો ગાયનુ ઘી સુવાહક તરીકે કામ કરી એનો અવરોધ દુર કરી શકે છે. જે વ્યકિત હૃદયરોગથી પીડાય છે અને ચીકણું ખાવા માટે પ્રતિબંધિત છે, તેને ગાયનુ ઘી ખાવું જોઈએ કારણ કે તે હૃદયને મજબૂત બનાવે છે.

ઘી ખાવાથી ચામડીનો ગ્લો વધે છેગાયના ઘીમાં મોટી માત્રા એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આપણા ચહેરાની તેજસ્વીતા જાળવાઈ રહે છે. સાથે સાથે ચામડીને નરમ અને મુલાયમ બનાવી શુષ્કતા પણ ઘટાડે છે. તે ખુબ જ ફાયદાકારક છે.

લેખન. સંકલન : અશ્વિની ઠક્કર 

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *