ઘઉંની મેંગો ચોકલેટ કેક
આ વખતે બાળકો ને વેકેશન માં આપો એક ચોકલેટી સરપ્રાઈઝ … ઘઉં ની બનાવેલ એકદમ સોફ્ટ , મોઇસ્ટ આ મેંગો ચોકલેટ કેક માં કોઈ કલર વાપર્યો નથી તેમ જ કોકો પાવડર ના બદલે રિયલ ચોકલેટ વાપરી છે. એટલે ટેસ્ટ એકદમ ચોકલેટી . મેં અહીં કેક માં સામાન્ય swirl આપ્યા છે , આપ ચાહો તો ઝેબ્રા કે લેયર ની ડિઝાઇન આપી શકો…
સામગ્રી :
- 1.5 વાડકો ઘઉં નો લોટ,
- 2/3 વાડકો ડાર્ક ચોકલેટ,
- 2/3 વાડકો કેરી નો પલ્પ,
- 1/2 વાડકો તાજું દહીં,
- 1 વાડકો ખાંડ નો ભૂકો,
- 1/4 વાડકો તેલ (સનફલાવર કે રાઈસ બ્રાન ),
- ચપટી મીઠું,
- 1.5 ચમચી બેકિંગ પાવડર ,
- 1/2 ચમચી બેકિંગ સોડા ,1.5 ચમચી વેનીલા એસેન્સ
રીત :::
તો ચાલો જોઈએ આખી detailed રેસીપી.. સૌ પ્રથમ ચોકલેટ ને ડબલ બોઇલર થી મેલ્ટ કરવાની છે . એના માટે એક વાસણમાં થોડું પાણી લો અને ગેસ પર ઉકાળવા મુકો.. એના પર બીજું બાઉલ અને એમાં ચોકલેટ રાખો.. ધીમા ગેસ પર મેલ્ટ થવા દો. .. ધ્યાન રહે પાણી ઉપર ના બાઉલ ને અડે નહિ. હલાવતા રહો.. ધીરે ધીરે ચોકેલટ એકદમ સ્મૂધ થઈ જશે.
એક બાઉલ માં કેરી નો પલ્પ અને દહીં ને ફેંટો..
તેમાં ખાંડ નો ભૂકો ઉમેરી ફેટતા રહો જ્યાં સુધી ખાંડ પુરી ઓગળી ના જાય..હવે એમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરો.. મિક્સ કરશો એટલે પરપોટા થશે બેટર માં .. બેટર થોડું ફુલશે પણ ખરા.. હવે તેલ અને એસેન્સ ઉમેરો..
ત્યારબાદ ઘઉં નો લોટ અને મીઠું ઉમેરો.. થોડું થોડું કરી ઉમેરો .. બેટર બહુ ડ્રાય લગે તો 2 ચમચી દૂધ ઉમેરી શકાય..
બેટર ને 2 ભાગ માં કરો.. એકમાં મેલ્ટ કરેલી ચોકલેટ ઉમેરો. હવે આપણી પાસે 2 બેટર છે. એક મેંગો વાળું અને એક ચોકલેટ વાળું..કેક મુકવાનું વાસણ ને તેલ થી ગ્રીસ કરો .. પેહલા મેંગો વાળું બેટર અડધું એ વાસણ માં ઉમેરો. ત્યારબાદ ચોકલેટ વાળું ઉમેરો. હવે ફરી મેંગો વાળું બેટર ઉમેરો.બટર નાઇફ કે ચમચી ની પાછળ ના ભાગ થી swirl બનાવો.. મતલબ બસ હળવા હાથે નાઇફ ને કેક માં ફેરવી દો.
હવે આ કેક ના વાસણ ને ગરમ કુકરમાં મુકો. ઢાંકી દો અને સીટી કાઢી લો. 40 મીનીટ સુધી કેક ને કુકર માં બેક થવા દો.. ત્યારબાદ એક ટૂથપિક ને વચ્ચે નાખો, જો ટૂથપિક ચોખ્ખી બહાર આવે તો કેક રેડી નઇ તો હજુ 2 થી 5 મિનિટ થવા દો..
થઈ જાય એટલે બહાર કાઢી ઠરવા દો. 10 મીનીટ બાદ કેક ના વાસણ માંથી કાઢી લેવી અને સ્ટેન્ડ પર ઠંડી થવા દો. એકદમ ઠરે એટલે કટકા કરો અને સર્વ કરો…
મેં આ કેક કુકર માં બનાવી છે , આપ ચાહો તો ઓવન માં પણ બનાવી શકો.. ઓવન ને 200C પર પ્રિહિટ કરો અને 190C પર 35 થી 40 મિનિટ માટે બેક કરો… 35 મિનિટ પછી કેક ને જોતા રેહવું. જરૂર લાગે ત્યારે ટૂથપિક ટેસ્ટ અવશ્ય કરવું..
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.