ઘઉંની ચોકલેટ કેક
બાળકો અને મોટા બધા ને લગભગ ચોકલેટ ફ્લેવર ભાવતી જ હોય છે . ઘર ની , ઘઉં ની બનેલી, એકદમ સોફ્ટ અને ચોકલેટી ચોકલેટ કેક ની વાત જ ઔર છે. આ કેક આઈસ્ક્રીમ સાથે પણ પીરસી શકાય. મેં અહીં કપકેક બનાવ્યા છે, આપ આ જ રીતે થી સાદી ગોળ કે ચોરસ કેક પણ બનાવી શકો છો. આપ ચાહો તો કેક પર ક્રીમ કે બટર ક્રીમ થી સજાવટ પણ કરી શકો છો.
તો ચાલો જોઈએ એકદમ સરળ ઘઉં ની ચોકલેટ કેક, આજે જ ટ્રાય કરો અને કરી દો બાળકો ને ખુશ..
સામગ્રી ::
- 1.5 વાડકો ઘઉં નો લોટ,
- 1 મોટી ચમચી કોર્નફ્લોર,
- 1 વાડકો ખાંડ નો ભૂકો,
- 4 મોટી ચમચી કોકો પાવડર,
- બેકિંગ પાવડર 3/4 ચમચી,
- બેકિંગ સોડા 1 ચમચી,
- ચપટી મીઠું ,
- 1 ચમચી કોફી પાવડર ,
- 1 વાડકો + 2 ચમચી હુંફાળું પાણી ,
- 1/4 વાડકો તેલ ,
- 1 મોટી ચમચી વીનેગર/ એપલ સિડર વિનેગર,
- 1/4 વાડકો ચોકલેટચિપ્સ.
રીત ::
સૌ પ્રથમ એક બાઉલ માં એક ઝીણી ચાયણી, ગોઠવો. એમાં ઘઉં નો લોટ, કોર્નફ્લોર, કોકો પાવડર , ખાંડ નો ભૂકો , બેકિંગ સોડા , બેકિંગ પાવડર , કોફી અને ચપટી મીઠું ચાળી લો. સરસ રીતે ચાળવું એ બહુ જ અગત્ય નું હોય છે.
એક બાઉલ માં તેલ , વિનેગર અને હુંફાળું પાણી સરસ રીતે મિક્સ કરો.. હુંફાળું પાણી , કેક ને વધુ પોચી અને સ્વાદિષ્ટ બનાવશે.હવે એ બાઉલ માં લોટ અને ચાળેલી બાકી ની સામગ્રી ઉમેરો. સરસ રીતે હલાવતા જાઓ. બેટર બહુ જાડું લાગે તો બીજા 2 ચમચા પાણી ઉમેરો.
ત્યારબાદ 1 ચમચી ચોકલેટ ચિપ્સ સાઈડ પર રાખી લો અને બાકી ની બધી આ બેટર માં ઉમેરી દો . સાઈડ પર રાખેલી ચિપ્સ ઉપર થી સજાવટ કરીશું.
હવે આ બેટર ને કપકેક મોલ્ડ માં , નીચે lining paper રાખી 2/3 સુધી મોલ્ડ ને ભરો. જો આપ કપકેક ના બનાવા માંગતા હોવ તો સાદી કેક પણ બનાવી શકો છો. ઉપર થી 2 કે 3 ચોકલેટ ચિપ્સ થી સજાવટ કરો..
આ મોલ્ડ ને પ્રિહીટેડ ઓવેન માં 160c પર 20 મિનિટ બેક કરો. જો કુકર માં બનાવા માંગતા હોવ તો જાડા તળિયા વાળા કુકર માં નીચે એક સ્ટેન્ડ રાખી ઉપર કેક નું વાસણ રાખી કુકર નું ઢાંકણું બંધ કરી બેક કરો. સીટી કાઢી લેવી અને એકદમ ધીમી આંચ રાખવી..
15 થી 16 મિનિટ પછી એક ટૂથપિક કેક ની વચ્ચે નાખી ચેક કરો. જો ટૂથપિક એકદમ ક્લીન બહાર આવે તો કેક રેડી છે .. ઓવેન માથી કાઢી લો અને ઠરવા દો.
આપ ચાહો તો ઉપર ક્રીમ થી સજાવટ કરી શકો.. લો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ ચોકલેટ કેક..
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.