ગુજરાતમાં ૧૨ સિંહો વચ્ચે ઘેરાઈને મહિલાએ એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો

આ ઘટના લગભગ ગુરુવારની રાતે ૨:૩૦ વાગે બની, જ્યારે એમ્બ્યુલન્સ લુનાસાપુર ગામનાં રહેવાસી મંગુબેન મકવાણાને જાફરાબાદ શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડી રહ્યા હતા.

મંગુબેન મકવાણા ૨૯ જુનની રાત ક્યારેય નહિ ભૂલી શકે. ૩૨ વર્ષીય મંગુબેને ગીરના જંગલનાં સાનિધ્યમાં એમ્બ્યુલન્સમાં અડધી રાત પછી બાળકને જન્મ આપ્યો. એટલું જ નહીં, તેમણે બાળકને જન્મ આપ્યો ત્યારે ૧૨ સિંહોનાં ટોળાએ જંગલમાંથી આવીને વાહનને ઘેરી લીધું હતું. આ ઘટના અમરેલી જિલ્લાનાં એક ગામમાં બની હતી.

સિંહોએ વાહનનો રસ્તો રસ્તો રોકી રાખ્યો હતો ત્યારે આ ૨૦ મિનિટની કઠણ પરીક્ષામા “૧૦૮” એમ્બ્યુલન્સનાં પેરામેડિકલ સ્ટાફે પરિસ્થિતિનો સામનો કર્યો અને મંગુબેન મકવાણાને બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી. આ સિંહોના ટોળામાં ૩ નર સિંહ હતા.

“આ ઘટના લગભગ ગુરુવારની રાતે ૨:૩૦ વાગે બની, જ્યારે એમ્બ્યુલન્સ લુનાસાપુર ગામનાં રહેવાસી મંગુબેન મકવાણા ને જાફરાબાદ શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડી રહ્યા હતા”, અમરેલીના “૧૦૮” ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ ચેતન ગાઢે એ જણાવ્યું.

“એમ્બ્યુલન્સ જ્યારે મંગુબેનને લઈને જાફરાબાદ જવાના રસ્તે હતી ત્યારે ફરજ પર હાજર ઈમરજન્સી મેનેજમેન્ટ ટેકનીશીયન (ઈએમટી) અશોક મકવાણાને લાગ્યું કે તેણી ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે તેમ છે કારણકે બાળકનું માથું બહાર આવી ગયું હતું. જેથી તેણે ઈમરજન્સી કેસ તરીકે ડ્રાઈવર રાજુ યાદવને એમ્બ્યુલન્સ અડધે રસ્તે રોકવા કહ્યું.” ગાઢે એ જણાવ્યું.

ઈએમટી એ જ્યારે માર્ગદર્શન માટે ફીઝીશીયનનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે આજુબાજુ માણસની હાજરીની જાણ થતા નજીકની ઝાડીમાંથી સિંહોનાં ટોળાએ આવીને એમ્બ્યુલન્સને ઘેરી લીધી હતી.

“છતા પણ જાદવ કે જે લોકલ છે અને સિંહોના વર્તનને સમજે છે, તેણે સિંહોને ભગાડવાની કોશિશ કરી,પણ તેઓએ ખસવાનું નામ લીધું નહીં. તેમાંના કેટલાકે તો એમ્બ્યુલન્સની સામે બેસીને રસ્તો રોકી લીધો.” તેણે કહ્યું.

તે દરમિયાન વાહનની અંદર શાંત અશોકે ફીઝીશીયનનાં ફોન પર આપેલ નિર્દેશ અનુસાર તે મહિલાને બાળકના જન્મમાં મદદ કરી. એ સમયે ડ્રાઈવર જાદવે “ઉત્સુક” સિંહોની હલનચલન પર દેખરેખ રાખી. – ગાઢે એ જણાવ્યું.

“ત્યારબાદ જાદવે ધીરે ધીરે એમ્બ્યુલન્સ ચલાલવાની શરૂઆત કરી, જેથી સિંહો જગ્યા આપે. વાહનની હલનચલન અને લાઈટનાં પલકારાથી મોટી બિલાડીઓ ખસી ગઈ અને એમ્બ્યુલન્સને જગ્યા આપી.” તેણે કહ્યું. બાળક અને માતા બન્ને જાફરાબાદની હોસ્પિટલમાં દાખલ થયેલ છે, બંને સ્વસ્થ અને તંદુરસ્ત છે.

આપ આ પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી માહિતીસભર પોસ્ટ્સ વાંચવા અને માણવા આજે જ અમારા ફેસબુક પેજને લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

વિડિયો સૌજન્ય – ન્યુઝ 24
સંકલન અને લેખન – મૈત્રેય દેસાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *