બગદાણા નામ સાંભળાતા જ આપણા મુખમાં એક જ નામ આવે ‘બાપા સીતારામ’. ગુજરાત સહિત દેશ-દુનિયામાં બાપા સીતારામ નામ ગુંજતુ કરનાર પૂં. બજરંગદાસ બાપાની આવતીકાલે 39મી પૂણ્યતિથિ છે. ત્યારે ભારતભરમાંથી ભક્તો બગદાણા આવીને ગુરૂ મહારાજના ચરણોમાં શીશ નમાવશે. ભાવનગરથી 85 કિ.મી.ના અંતરે આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા ખાતે પૂ. બજરંગદાસ બાપાનું મંદિર યાત્રાધામ બન્યું છે. અહીં વર્ષભર શ્રધ્ધાળુઓનો જમેલો રહે છે. ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે અહીં લાખોની મેદની ઉમટે છે. પ્રાત:કાળે ગુરુપૂજન અને દિવસભર શ્રધ્ધાળુઓની ભીડ રહે છે. અહીં યાત્રિકો માટે ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા છે. બજરંગદાસ બાપાની ચાંદીની પ્રતિમા અને આશ્રમ પરિસરમાં શિવાલય દર્શનીય છે.
બગદાણા ઘણા લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસની જગ્યા છે. મોટું નગર હોય કે નાનુ ગામ પણ બાપા સીતારામની મઢુલી તો બધે અચૂક જોવા મળે છે. લગભગ 100 વર્ષ પહેલા બાપા બજરંગ દાસનો જન્મ ઝાંઝરીયા હનુમાનની જગ્યામાં થયો હતો. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે. આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નદી વહે છે. જ્યાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.
કુદરતી સૌંદર્યથી ભરપુર બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. પહેલાં આ સ્થળે બજરંગદાસબાપાની ઝુંપડી આવેલી હતી. અત્યારે એ જ સ્થળે મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ ચાલુ જ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આમ તો ગમે ત્યારે દર્શનાર્થીઓ અહીં આવે છે. પરંતુ આ બે દિવસે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ઘણાં વર્ષો પહેલાં એક સંત થઈ ગયા હતા. એમનું નામ બજરંગદાસ બાપા હતું. બગદ નદીને કાંઠે આ બગદાણા ગામ આવેલું છે. ગામમાં ઓછી વસ્તી છે છતાં પણ ગામ ઘણું રૂડું છે. બગદાણા ગામનું નામ સાંભળે એટલે ભક્તો રાજીના રેડ થઈ જાય. બજરંગદાસ બાપાએ આ બગદાણા ગામમાં સમાધિ લીધી હતી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને ‘સીતારામ સીતારામ’ રટતા.
માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે, જે દિવસે બાપાએ સમાધિ લીધી હતી એ દિવસે બગદ નદીના નીર પણ થંભી ગયા હતા. પવન પણ થંભી ગયો હતો અને બાપાના બગીચામાં રહેનારા પશુ-પંખી એ દિવસે બોલ્યાં પણ ન હતા. બગદાણા ધામમાં ઘણાં એવાં મંદિરો પણ જોવા જેવાં છે જેમ કે બજરંગદાસ બાપાનું મંદિર, બગદેશ્વર મહાદેવ મંદિર, બાપાનું સમાધિ મંદિર, ગાડી મંદિર, બગદ નદી. ખરેખર ત્યાંનું વાતાવરણ જોઇ એવું લાગે છે કે અહીંયા જ રોકાઇ જવાનું મન થયા કરે છે. અહીં એવી પણ માન્યતા છે કે બાપા ભક્તોની માનતા પૂરી કરે છે અને અહીં આવવાથી તમારા ભવનો ફેરો પલટાઈ જશે.
બગદાણા જવા માટે અમદાવાદથી સીધી એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ધામમાં દર પૂનમે મેળો પણ ભરાય છે.
બજરંગ દાસ બાપાના જીવન નો સત્ય ઘટના નો પ્રસંગ :
સંત ના જીવના ના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણહ ની વેદના વાંચી સકે એમ સંત માણહ ને નિર્માલ્ય ન બનાવી સકે પણ માણહ ને મરદાનગી ના રાહ ઉપર ચડાવે એનું નામ પણ સંત કેવાય સત્યઘટના નો પ્રસંગ છે ઈશરદન ગઢવી કે છે
“બખંડી દુનિયા આ બધી અને જેની બંડી મહિ સમાય પણ એવા
ગુણલા ગણ્યા નો જાય અરે રે ઇ તો બાપાય બજરંગ દાસ ના”
બજરંગ દાસ બાપા ના જીવન નો એક સત્ય ઘટના નો પ્રસંગ છે માણહ ને નિર્માલ્ય ન બનાવે એનું નામ તો સંત કેવાય સંત ના જીવન માં સમર્પણ હોય ,એમના જીવન માં ત્યાગ હોય મરદાનગી ના માર્ગે હાલવાની જે માણહ ને સલાહ આપી એનું નામ તો સંત કેવાય,બજરંગ દાસ બાપુ ના જીવન નો એક સત્ય ઘટના નો પ્રસંગ છે.
એક જુવાન બાપુ ની પાહે આવ્યો છે ,આવીને બજરંગ દાસ બાપુ ને વિનંતી કરે છે. બાપુ મારા થી બે ત્રણ ખૂન થાય ગ્યાં છે સમાજ ને તો એની ખબર નથી બાપુ ,પોલિસ ના ચોપડે મારૂ નામ નથી બોલતું પણ હૈયા ઉપર થી હવે ખૂન નો ભાર હળવો નથી થતો બાપુ બીજાને તો ખબર નથી પણ પરમાત્મા અને મારૂ હૈયું જાણે છે બાપુ મે એવું હાંભળું છે કે સંત ના જીવન માં ,સંત ના ચરણ માં આવીને જો પોતાના પાપ ને જો પ્રગટ કરી દે તો ઇ પાપ ધોવાઈ જતાં હોય છે એટલા માટે બાપુ હું મુંબઈ થી ધોડો કરીને અહી ભાવનગર સુધી બગદાણા સુધી લાંબો થયો સુ બાપુ.
તે દિવસે બજરંગ દાસ બાપુ એ માથે હાથ ફેરવી ને એટલું જ કીધું હતું સિતા રામ ના ચરણ માં જે આવી ને બેહે ને એની માથે પાપ નથી રેતા પણ હવે સનમારગે હાલજે ,હવે કોઈ દી ખૂન કરિસ માં ,ખોટા રસ્તે ચડિસ માં તારા પાપ ધોવાઈ જાહે જા.
જુવાને કીધું “બાપુ મારા પાપ ધોવાણા એની મને ખબર કેવી રીતે પડસે”
ઇ વખતે બજરંગ દાસ બાપા એ કાળો રૂમાલ જુવાન ને કાઢી ને આપ્યો અને કાળો રૂમાલ આપી ને એટલું કીધું કે આ રૂમાલ લઈ ને મુંબઈ વયો જા અને તારા ખિસ્સા માં આ રૂમાલ રાખજે અને આ રૂમાલ સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માંનજે કે તારા પાપ ધોવાઈ ગ્યાં છે જુવાન મુંબઈ ગ્યો અને મુંબઈ જઈ પોતાના નૌકરી ધંધા માં લાગી ગ્યો અને એક દિવસ ચોમાસા ની રાત છે.રાત નામની જનેતાએ પોતાના સંસાર રૂપી તારા ને આંખ માં આંજણ આજીને પોઢાડી દીધા છે આભ માં એકેય તારો દેખાતો નથી એમાં આ બજરંગ દાસ બાપુ નો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ મહાનનગરિ ના ફૂટપાથ ની માલિપા હાલયો જાય છે ને એમાં એક દીકરી ની ચીસ સંભડાની ,બચાવો નો અવાજ આયો
“વાર કરજો ધણી કોઈ હોતો ધણી એવો પ્રજાના સૂર નો થાજે ભેટો પછી
કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે પછી કેમ બેહી રહે ઇ ક્ષત્રિય બેટો”
આ તો રાજપૂત નો જુવાન હતો દીકરી ચીસ જ્યાં કાને પડી ઇ દિશા માં એને દોટ મૂકી જોયું તો ચારપાંચ નરપિચાસ છે એ દીકરી ની આબરૂ લેવાનો પ્રયત્ન કરતાં તા ને જુવાન ની કમર ની માલિપા કટાર હતી ઇ કટાર બહાર નીકળી અને એક જણાં ની છાતી ની સોહરી નીકળી જઈ દીકરી ની આબરૂ તો બચી ગઈ પણ બજરંગદાસબાપા ને આપેલું વચન તૂટી ગયું.પછી તો જુવાન મુંબઈ થી ટ્રેન માં બેઠો છે ને ભાવનગર બગદાણા આયો છે બગદાણા આવીને બાપુ ને એટલું કીધું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહયી પણ મારાથી એક વધારે ખૂન થઈ ગયું સે તેદી બજરંગ બાપા “એ કીધું તું કે બેટા ખૂન કરવાનું કારણ સુ હતું “.
ત્યારે જુવાન કે છે પારકી બેન દીકરી ની ઇજ્જત લૂટવા વાળા નરપિચસો ને હું જોઈ ન સકયો બાપુ એક દીકરી ની આબરૂ બચાવા માટે મારી કટાર મ્યાન માઠી નિકરી ગઈ એનું મે ખૂન કરી નાખ્યું અને તે દી બગદાણા નો સંત બજરંગ દાસ બાવલીયો એમ કે છે બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ અને રૂમાલ કાઢ્યો ત્યાં તો રૂમાલ સંપૂર્ણ કાળા માથી સફેદ થઈ ગ્યો હતો દીકરીયો ની જે આબરૂ બચાવા માટે જે ખૂન કરે ને એને ઓલા કરેલા ખૂન ન પાપ ધોવાઈ જાય છે એનું નામ તો સંત કેવાય ભારત વર્ષ ના યુવાનો ને મરદાનગી ન માર્ગે ચડાવી એનું નામ તો સાધુ કેવાય સંત કેવાય આવી તો ઘણી ઘટના છે..
(ઈશરદાન ગઢવી લોકડાયરોમાથી)
પં .પૂ.બજરંગદાસ બાપા ના જીવન ની એક ઝલક
પં.પૂ. સંત શ્રી બજરંગદાસ બાપા જેની ક્રૃપા આજે આપણા બધા પર છે. બાપા નો પરિચય આપવાની કોઇ જરૂર નથી કેમકે બાપા ની ક્રૃપા અને પરચા થી આપણેે કોઇ અજાણ નથી . બજરંગદાસ બાપા પોતે રામાનંદી સાધુ હતા.આપણી આ ભૂમિ ને પાવન કરનારા અને આપણા ભારતવષઁને એક મહાન સંત આપનાર બજરંગદાસ બાપા ની માતા નુ નામ શિવકુવંરબા અને પિતા શ્રી હરીદાસ . બાપા નો જન્મ આશરે ઈ.સ 1906 ના રોજ ઝાંઝરીયા હનુમાનદાદા ની પવિત્ર જગ્યામા થયો હતો. આ પાવન જગ્યા અધેવાડા મા આવેલી છે. બજરંગદસ બાપા એ માત્ર ૨ ધોરણ સુધી જ શિક્ષા પ્રાપ્ત કરી હતી. બજરંગદસ બાપા નુ બાણપણ નુ નામ ભક્તિરામ હતું. જેમ બાપા ના નામ ની પાછળ રામ નું નામ હતું એમ ભગવાન રામ સદાય બાપા ની સાથે હતા. ઇ.સ ૧૯૧૫ બાપા એ પ્રથમ કુંભમેળા મા ભાગ લીધો હતો.
પં .પુ સીતારામદાસ બાપુના અયોધ્યા મા આવેલા આશ્રમમા બાપા ૨૮વઁષ સુધી રહયા અને યોગ સિધ્ધિ પ્રાપ્ત કરી. ૩૦ વઁષ ની ઉમરે બાપા એ પોતાની યાત્રા આગળ વધારી અને બાપા નુ નામ ભકતિરામ માંથી બજરંગદાસ પડયું. બાપા ૪૧ વઁષ ની ઉમરે ભાવનગર જિલ્લા ના તળાજા પાસે આવેલા બગદાણા ગામમા પધારી ને બગડ નદી ના કાંઠે પોતાના આશ્રમ ની સ્થાપના કરી.બાપા એ ત્યાર બાદ પોતાના જીવન ના બાકીના વઁષ બગદાણા મા જ વિતાવ્યા. બગદાણામા રહી ને બાપાએ કેટલાય પરચ ા પુરયા, કેહવાય ને સમય કોઇના માટે ઉભો રેહતો અને ઇશ્વવર ની લીલા સામે કોઇ નું ચાલતુ નથી. પોષ વદ ને ચોથ તારીખ ૯/૦૧/૧૯૭૭. આ દિવસ કદાચ બગદાણાના લોકો માટે સૌથી મોટો દુ:ખ નો દિવસ હશે. આ દિવસે વહેલા સવારે ૫ વાગ્યે બાપા દેવગતિ પામ્યા. બાપા દેવગતિ તો પામ્યા ને ભારતવષઁ ને એક પવિત્ર સાધુ ની ખોટ પડી. બાપા ની ખોટ આપણને સૌને છે પણ બાપા હજુય હજુર છે. બાપા ના પરચા બાપા હાજર હયાત હોવાનું પ્રમાણ આપે છે.
સંકલન : દીપેન પટેલ