ખરતા વાળને અટકાવવા અને ગ્રોથ વધારવા આ રીતે કરો ડુંગળીનો પ્રયોગ, રિઝલ્ટ ચોક્કસ મળશે…

આજના સમયમાં ખાન-પાન અને દિનચર્યાની અનિયમિતતાને કારણે વાળ ખરવા તે સામાન્ય બાબત બની ગઈ છે. જો વાળ સતત ખરી રહ્યા હોય કે સમય પહેલાં જ ખરી રહ્યા હોય તો તે ચિંતાનો વિષય છે. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોવ તો અહીં કેટલાક નુસખા બતાવ્યા છે. આ નુસખાને અપનાવવાથી તમારા વાળની લંબાઇ વધશે અને સાથે-સાથે સફેદ વાળ પણ કાળા થઈ જશે.

વાળની આ સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીના અહીં બતાવેલા નુસખા ઘણા કારગર છે. જોકે, ડુંગળીને વાળ ઉપર અનેક પ્રકારે લગાવી શકાય છે. સલુનમાં જઇને ટ્રીટમેન્ટ લેવા કરતા શ્રેષ્ઠ રહેશે કે તમે એક વખત તમારા વાળમાં ડુંગળીનો પ્રયોગ કરીને જુઓ. તમને જણાવી દઇએ કે, વાળ માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે કારણકે ડુંગળીમાં સલ્ફર રહેલું હોય છે જે સ્પ્લિટ એન્ડની અને વાળ ખરવાની સમસ્યા અટકાવે છે. ડુંગળીનાં રસથી વાળ મજબૂત અને મુલાયમ બને છે. તો જાણી લો તમે પણ આજે કેવી રીતે ડુંગળીનો પ્રયોગ તમારા વાળમાં કરશો.

ડુંગળીનો રસ સૌ પ્રથમ ડુંગળીને મિક્સરમાં પીસી લો અને રસ કાઢી લો. પછી ડુંગળીનાં રસને માથા અને વાળની જડોમાં સારી રીતે લગાવો. ત્યારબાદ 1 કલાક પછી હેર વોશ કરી લો. આમ જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં બે વાર કરશો તો તમારા વાળ ખરતા બંધ થઇ જશે અને સાથે-સાથે વાળની લંબાઇમાં પણ વધારો થશે.

ડુંગળીનો રસ અને હેર ઓઇલ સૌ પ્રથમ ડુંગળીને પીસીને રસ કાઢી લો. ત્યારબાદ તેમાં ગમે તે હેર ઓઇલ મિક્સ કરી દો અને પછી તેને વાળમાં લગાવો અને પછી 10 મિનિટ માથામાં માલિશ કરો. ત્યારબાદ અડધા કલાક સુધી તેને માથામાં રહેવા દો અને પછી વાળ ધોઈ લો. ડુંગળીનો રસ હેર ઓઇલમાં મિક્સ કરીને લગાવવાથી વાળ સિલ્કી થાય છે અને સાથે-સાથે ધોળા વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે.

ડુંગળી અને મધમધ એક પ્રાકૃતિક ઔષધિ છે. ડુંગળીનો રસ અને મધ મિક્સ કરી વાળનાં મૂળમાં લગાવો. અઠવાડિયામાં બે-ત્રણ વાર આ પ્રોસેસ કરવી. આ પેક વાળની લંબાઇ વધારે છે. વાળ ખરતા અટકાવે છે. જે લોકોના વાળનો ગ્રોથ ઓછો હોય તેણે આ માસ્કનો ટ્રાય અચુક કરવો જોઇએ.

ડુંગળી અને બીયર સૌ પ્રથમ મિક્સરમાં ડુંગળીનો રસ કાઢી લો. ત્યારબાદ તેમાં નાળિયેર તેલ અને બીયર મિક્સ કરી લો. ધ્યાન રહે કે, આ મિશ્રણને ઓછામાં ઓછુ 1 કલાક સુધી એમને એમ રહેવા દો. ત્યારબાદ આ પેકને તમારા હેર પર અપ્લાય કરો. અપ્લાય કરતી વખતે તે તમારી આંખોમાં ના જાય. કારણકે આંખમાં જવાથી આંખોમાં બળતરા થવા લાગશે. આમ, આ પેકને તમારા હેરમાં 2 કલાક માટે રહેવા દો અને પછી હેર વોશ કરી લો. હેર વોશ નોર્મલ શેમ્પૂથી જ કરવા. હેર વોશ કર્યા બાદ વાળને રૂમાલથી અડધો કલાક માટે બાંધી દો અને પછી તેને જાતે જ સુકાવા દો. હેર ડ્રાયરનો ઉપયોગ ભુલથી પણ ના કરવો. આમ, જો તમે આ પ્રયોગ મહિનામાં ત્રણ કે ચાર વાર કરશો તો તમારા હેર ખરતા બંધ થઇ જશે અને સાથે-સાથે હેરનો ગ્રોથ વધશે અને સિલ્કી પણ થશે. જે વ્યક્તિને માથામાં વાળ ના આવતા હોય તેમને આ પ્રયોગ અચુક કરવો જોઇએ.

લેખન સંકલન : નિયતી મોદી

તો પછી ક્યારથી આ ઉપાય અજ્માંવાનું શરુ કરવાના છો? દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *