કોલેસ્ટ્રોલથી લઈને મગજ તેજ કરે છે, ગાયના ઘીના આટલા બધા ફાયદા તમે જાણતા હતા?

હીન્દુઓમાં ગાયને માતા કહેવામાં આવી છે. જેમ માતા પોતાના બાળકોનું સંવર્ધન કરે છે તેવી જ રીતે ગાય પણ તેના અગણિત ગુણોથી માણસ જાતીનું સંવર્ધન કરે છે. ઘી ઘણા બધા પ્રકારના હોય છે એક છે વનસ્પતી ઘી જેને ડાલડા ઘી તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને બીજું છે શુદ્ધ ઘી જેના પણ બે પ્રકાર છે ભેંસનું ઘી અને ગાયનું ઘી.

આપણે બધા જ જાણીએ છીએ કે ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ વધારે સ્વાસ્થ્યવર્ધક છે. તેવી જ રીતે ભેંસના ઘી કરતાં ગાયનું ઘી પણ વધારે શ્રેષ્ઠ છે. ગાયના ઘીમાં એવા માઇક્રોન્યુટ્રીસન્ટ્સ હોય છે જે કેન્સર સામે લડવાની ક્ષમતા ધરાવે છે. ગાયનું ઘી શારીરિક, માનસિક, તેમજ બૌદ્ધિક વિકાસમાં અતિ લાભપ્રદ છે. તે રોગ દૂર કરવાની સાથે સાથે પર્યાવરણ પણ શુદ્ધ કરે છે.

ગાયના ઘીના વિવિધ ઉપયોગ દ્વારા આપણે તેના ગુણોનો લાભ ઉઠાવી શકીએ છીએ. કેટલાક સ્વાસ્થ્ય ઉપચારો ગાયનું ઘી ખાવાથી, તો કેટલાક ગાયનું ઘી લગાવવાથી કે માલિશ કરવાથી તો કેટલાક ઉપચારો ગાયના ઘીના ટીપાં નાકમાં નાખવાથી થાય છે. આજે અમે ગાયના ઘીના ઉપયોગની વિવિધ વિધીઓ અને તે દ્વારા થતાં વિવિધ ફાયદાઓ વિષે તમને જણાવીશું.

ચાલો જાણીએ ગાયના ઘીના ઉપયોગની વિધી વિષેઃ

રોજ રાત્રે ગાયના ઘીના માત્ર 2-2 ટીપાં નાખવાથી ઘણા લાભ થાય છે. ગાયના દેશી ઘીને હુંફાળુ ગરમ કરી સુતા પહેલાં નાકના બન્ને નસકોરામાં 2-2 ટીપાં નાખવા. ત્યાર બાદ હળવેથી શ્વાસ લેવો અને પાંચ મિનિટ શાંતિથી આડા પડેલું રહેવું. આ વિધિને પ્રતિમર્શ નસ્ય કહેવામાં આવે છે.
નસ્ય પ્રયોગથી થતાં ફાયદા

ત્રિદોષ સંતુલન

જો તમે ગાયના ઘીના 2-2 ટીપાં દીવસમાં ત્રણવાર, નાકના બન્ને નસકોરામાં નાખશો તો તમારો ત્રિદોષ એટલે કે વાત,પિત્ત અને કફ સંતુલિત થશે.

નાક સુકાઈ જવું

નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થઈ જાય છે અને તેનાથી મગજને પણ તાજગી મળે છે.

કોમા

ગાયનું ઘી નાકમાં નાખવાથી દર્દી કેમામાંથી બહાર નીકળી તેના શરીરમાં ચેતન આવે છે.

વાળ ખરતા અટકે છે

ગાયનુંઘી નાકમાં નાખવાથી વાળ ખરતા અટકી જાય છે. અને નવા વાળ પણ ઉગવા લાગે છે.

યાદશક્તિ વધારે છે

ગાયનું ઘી તેલમાં નાખવાથી મનને માનસિક શાંતિ મળે છે અને યાદશક્તિ પણ શાર્પ થાય છે.

માઈગ્રેનમાં રાહત

સવાર સાંજ નાકમાં બે-બે ટીપાં ગાયના ઘીના નખવાથી માઇગ્રેઇનની પીડામાં રાહત મળે છે.

ગાયના ઘીના સેવનથી થતાં લાભ

હાઇ કોલેસ્ટ્રોલ

ગાયનું ઘી એક સારું (LDL) કોલેસ્ટ્રોલ છે. હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ગાયનું ઘી જ ખાવું જેઈએ તે એક ઉત્તમ ટોનિક છે.

દૃષ્ટિ તેજ બનાવવા માટે

એક ચમચી ગાયના શુદ્ધ ઘીમાં એક ચમચી સાકર અને ¼ ચમચી મરી પાવડર ત્રણે ભેળવી સવારે ખાલી પેટે અને રાત્રે સૂતી વખતે ચાટ્યા બાદ તેના પર ગરમ દૂધ પીવાથી દૃષ્ટિ તેજ થાય છે.

સોરાયસિસમાં લાભપ્રદ

ગાયના ઘીને ઠંડા પાણીમાં ફેંટી લેવું અને પછી ઘીને પાણીથી અલગ કરી લેવું. આ પ્રક્રિયા લગભગ સો વાર કરવી અને છેવટે તેમાં કપૂર મિક્સ કરી દેવું. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત ઘી એક અકસિર ઔષધ બની જાય છે. જેનાથી ત્વચા સંબંધીત કોઈપણ રોગમાં જાદુઈ લાભ થાય છે. તે સોરાયસિસ માટે પણ અકસીર છે.

કોલેસ્ટ્રોલ

એટલું યાદ રાખો કે ગાયના ઘીના સેવનથી કોલેસ્ટ્રોલ વધતું નથી. વજન પણ નથી વધતું, પણ વજન બેલેન્સ થાય છે. એટલે કે નબળી વ્યક્તિનું વજન વધે છે અને મેદસ્વી વ્યક્તિનું વજન ઘટે છે. ટુંકમાં વજન સામાન્ય થાય છે.

એડકી

એડકી રોકવા માટે ગાયનું ઘી એક ચમચી ખાઈ લેવું, તેનાથી તરત જ એડકી બંધ થઈ જશે.

એસિડિટી અને કબજીયાત

ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી એસિડીટી તેમજ કબજિયાતની સમસ્યા ઓછી થઈ જાય છે.

સાપના ડંખમાં રાહત

જો સાપે ડંખ માર્યો હોય તો 100-150 ગ્રામ ઘી પીવડાવવું અને તેના પર બને તેટલું પાણી પીડિતને પીવડાવવું. આમ કરવાથી ઉલટી તેમજ ઝાડા થશે પણ સાંપનું ઝેર ઓછું થતું જશે.

શારીરિક તેમજ માનસિક બળમાં વૃદ્ધિ

ગાયના ઘીનું સેવન કરવાથી વીર્ય વધે છે અને શારીરિક તેમજ માનસિક બળમાં પણ વૃદ્ધિ થાય છે.

નબળાઈ

જો શરીરમાં વધારે નબળાઈ અનુભવાય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી મિક્સ કરી પી જવું.

કેન્સર

ગાયનું ઘી માત્ર કેન્સરને ઉત્પન્ન થતાં જ નથી રોકતું પણ આ બિમારીને ફેલાવતું પણ રોકે છે. દેશી ગાયના ઘીમાં કેન્સર સામે લડવાની અદ્ભુત ક્ષમતા હોય છે. તેના સેવનથી સ્તન તેમજ આંતરડાના કેન્સરથી બચી શકાય છે.

હાર્ટ એટેક

જે વ્યક્તિને હાર્ટ એટેકની તકલીફ છે અને તેને ચીકણા પદાર્થો એટલે કે ચરબી ખાવાની ના પાડી હોય તો તેણે ગાયનું ઘી ખાવું, તેનાથી હૃદય મજબુત થાય છે.

ગાયના ઘીના માલિશથી થતાં ફાયદા

બળતરા

હાથ પગમાં બળતરા થતી હોય તો ગાયના ઘીનું પગના તળિયે માલીશ કરવાથી બળતરા બંધ થઈ જાય છે.

માથું દુઃખવું

માથું દુઃખવાથી શરીરમાં ગરમી લાગતી હોય તો ગાયના ઘીનું પગના તળિયે માલિશ કરવું, તેનાથી માથાનો દુઃખાવો બંધ થાય છે.

કફની સમસ્યા

ગાયના જૂના ઘીથી બાળકની છાતી અને પીઠ પર માલિશ કરવાથી કફની ફરિયાદ દૂર થાય છે.

હથેળી તેમ જ પગના તળિયામાં બળતરા

હથેળી તેમજ પગના તળિયે માલિશ કરવાથી બળતરામાં રાહત મળશે.

છાલા પડવા

કોઈ કારણસર શરીર પર છાલા પડ્યા હોય તો ત્યાં દેશી ઘી લગાવવાથી રાહત મળે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ઉપયોગી માહિતી દરેક મિત્ર સાથે અને દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *