કોઈએ કરેલા અપમાન નો બદલો કેમ લેવો ? એ રતનટાટાના જીવનનો આ પ્રસંગ કહેશે!!

કહે છેકે લગભગ અપમાનની જવાળા બદલાની આગમાં ફેરવાતી હોય છે, પરંતુ મહાન લોકો પોતાના આ અપમાનથી સફળતાની વાર્તા લખે છે. આવી જ એક અતિ રસપ્રદ વાત છે, ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતનટાટાના અપમાનની..!!

એતો જાણીતી વાત છે કે રતનટાટાના નેતૃત્વ વાળી ટાટા કંપનીએ ૧૯૮૮માં ભારતના ઓટોમોબાઇલ જગતમાં પ્રવેશ કરવાનું નક્કી કરી લીધું હતું. બજારમાં ટાટાએ પોતાની પહેલી ગાડી ઈન્ડીકા મૂકી.પરંતુ લોકોએ તેનો સંપૂર્ણ અસ્વીકારકર્યો. એક વર્ષ સુધી કારનું વેચાણ નહીવત થવાને લીધે કંપનીને ઘણી જ ખોટ ગઈ. આખરે રતનટાટાએ પોતાના કાર વિભાગને વેચી નાખવાનું નક્કી કર્યું.

તેણે દુનિયાની દરેક મોટી કંપનીઓને ઓફર મોકલી.અમેરિકન કંપની ફોર્ડે ખરીદીમાં રસ બતાવી રતનટાટાને ફોર્ડ ના વડામથક ડેટ્રોઈટ બોલાવ્યા.

જયારે રતનટાટા પોતાની કંપનીના કેટલાક અધિકારીઓને લઈને ફોર્ડના વડામથક પહોંચ્યા તો તેમની સાથે ફોર્ડ કંપનીનો વ્યવહાર ઘણો જ અપમાનજનક હતો. લાંબી વાતચીતને અંતે બીલફોર્ડે રતનટાટાને સલાહ આપતાં કહ્યું કે,“તમે પેસેન્જર કાર બાબત કઈપણ જાણતા ન હતા તો, ધંધો શા માટે શરુ કર્યો, અમે તમારું યુનિટ ખરીદીને તમારા પર ઉપકાર જ કરીશું.”

ત્યાર પછી ટાટાએ કરાર ન કરવાનો નિર્ણય લઇ સ્વદેશ પરત આવી ગયા. પાછા ફરતા સમયે રતનટાટા ખુબ જ લાગણીશીલ અને ઉદાસ થઇ ગયા. પરંતુ થોડાસમય પછી લોકો ટાટાની કારમાં રસ લેવા લાગ્યા. અને ધીરે-ધીરે ટાટાની ગણના દુનિયાની ઉચ્ચ ઓટોમોબાઈલ કંપનીમાં થવા લાગી.

આ ઘટનાના લગભગ નવ વર્ષ પછી ૨૦૦૮માં ફોર્ડ કંપની લગભગ દેવાળું કાઢવાની સ્થતિમાં પહોચી ગઈ. ફોર્ડની બહુચર્ચિત બ્રાંડ જગુઆર-લેન્ડરોવર ખુબજ ખોટ ખમી રહી હતી.

ત્યારે ટાટાએ ફોર્ડની આ લક્ઝરી બ્રાંડ કારના યુનિટને ખરીદવાનો નિર્ણય લીધો. બીલફોર્ડે મુબઈ આવીને ૨.૩ અરબ ડોલર (તે સમયે ૯૩૦૦કરોડ રૂપિયા)માં સોદો નક્કી કર્યો. ફોર્ડે ટાટાના વખાણ કરતાં કહ્યું,: જે.એલ.આર (જગુઆર-લેન્ડરોવર) ખરીદીને તમે અમારી ઉપર ઘણોજ મોટો ઉપકાર કરી રહ્યા છો.”

છે ને ઘણી જ મનનીય અને પ્રેરણાત્મક વાર્તા?

નોંધ : આ પ્રસંગ રતન ટાટાના નજીક ના મિત્ર અને ટાટા કેપિટલના CEO પ્રવીણ કડલે એ YB ચૌહાણ પુરસ્કાર વખતે કર્યો હતો

લેખન-સંકલન : નિરુપમ અવસીયા

શેર કરો આ રસપ્રદ વાત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *