સામાન્ય રીતે આપણે હંમેશા કેળું ખાયને તેની છાલને કચરા-ટોપલીમાં નાખી દઈએ છીએ, પરંતુ આપણને ઈ વાતનો ખ્યાલ નથી કે કેળા કરતા પણ કેળાની છાલ વધારે ગુણકારી હોય છે. ભલે પછી વાત ત્વચાની હોય કે પછી આરોગ્યની હોય કેળાની છાલ પણ ઘણી કામમાં આવે છે.
જાણીએ કેળાની છાલના કેટલાક ફાયદાઓ –
કેળાની છાલમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે અને જો તમે રોજ કેળાની એક છાલ ખાવતો એક મહિનામાં ૨ થી ૩ કિલો જેટલો વજન ઓછો થશે અને એ પણ કોઈ કસરત વગર. કેળામાં ૨ પ્રકારના ફાઈબર હોય છે સોલ્યુબબલ અને ઇન્સોલ્યુબલ જે શરીરમાં કલેસ્ટ્રોલની માત્રને નિયંત્રિત કરે છે.
જો તમારી આંખોની દ્રષ્ટિ કમજોર થઈ ગઈ હોય અને ચશ્માં પહેવા પડતા હોય તો કેળાની છાલ ખાવ. કેળાની છાલમા ભરપુર માત્ર માં લ્યુટિન હોય છે જે આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે.
કેળાની છાલમાં સેરોટોનિન નામનું દ્રવ્ય હોય છે, જે આપણને સારા મૂડનો અનુભવ કરાવે છે. જો કે આપણું મૂડ ગમે તેટલું ખરાબ કેમ ના હોય તો પણ થોડી જ વારમાં મૂડ સરસ થઇ જશે અને જો કેળાની છાલને ૩ દિવસ રોજ ખાવામાં આવે તો શરીરમાં સેરોટોનિન હોર્મોનની પ્રમાણ ૧૫ ગણું વધી જાય છે.
જો તમને બરાબર ઊંઘ ન આવતી હોય તો કેળાની છાલ ખાવી જોઈએ, કેમ કે છાલમા ટ્રિપ્ટોફેન નામનું એક દ્રવ્ય હોય છે કે જે સારી અને સુકૂનની ઊંઘ લાવવામાં મદદ કરે છે.
કેળાની છાલ શરીરમાં રેડ બ્લડ સેલને તૂટવાથી રોકે છે. પીળી છાલ કરતા કાચા કેળાની લીલી છાલ વધારે ગુણકારી હોય છે. કેળાની છાલ લોહીને સાફ કરવામાં મદદ કરે છે.
કેળાની છાલ હેલ્થની સાથે સાથે ત્વચા માટે પણ ખુબજ ઉપયોગી છે. છાલ ખીલ અને તેના ડાઘને દુર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે.
લેખન તથા સંકલન : દિવ્યા રાવલ