કહેવાય છે કે, જો તમારે તમારા પ્રેમ અને લાગણીના સંબંધોને મજબૂત બનાવવા હોય તેમજ તેમાં મીઠાશ લાવવી હોય તો કિસ એક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પતિ-પત્ની વચ્ચે જો કોઇ પણ પ્રકારનો ઝઘડો થયો હોય તો તેનો અંત લાવવા માટે એક કિસ મહત્વનો ભાગ ભજવે છે. એક રિસર્ચ અનુસાર જ્યારે તમે સામેવાળી વ્યક્તિને કિસ કરો છો ત્યારે જો તે ગુસ્સામાં હોય તો તે એક જ સેકન્ડમાં નરમ થઇ જાય છે અને ગુસ્સો ગાયબ થઇ જાય છે. જો કે તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે, કિસ કરવાથી બે વ્યક્તિઓના સંબંધો મજબૂત તો થાય છે પણ સાથે-સાથે તમારા હૃદય અને દિમાગને પણ લાભ પહોંચે છે. તો આજે અમે તમને જણાવીશું કે કિસ કરવાથી થતા ફાયદાઓ વિશે…– કિસ કરવાથી એક મિનિટમાં છ કેલરી બર્ન થાય છે અને તમારું મેટાબોલિઝમ વધે છે.
– એક અહેવાલ અનુસાર કિસકરતી વખતે તમારા ચહેરાના 30 સ્નાયુઓને એક્ટીવ થવાની તક મળે છે.
– ઘણા લોકો સેક્સની ક્ષમતાવધારવા માટે પણ કિસ કરે છે. નિષ્ણાતોના અનુસાર કિસ દરમ્યાન પુરુષના ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સ મહિલાના મુખમાં સ્થળાંતરિત થાય છે. ટેસ્ટોસ્ટેરોન મહિલાની ઉત્તેજનાને વધારી દે છે અને પરિણામરૂપ સેક્સની તકો વધે છે.
– એક્સપર્ટનું માનવું છે કે, કિસ કરવાથી ચહેરાના મસલ્સ ટાઇટ થાય છે. એનાથી ચહેરાનું બ્લડ સક્યુર્લેશન ઇમ્પ્રૂવ થાયછે, જેનાથી કરચલી જલદી પડતી નથી અને ચહેરા પર ચમક આવે છે.
– જ્યારે તમે કિસ કરો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે.– જે લોકો પોતાના પાર્ટનરને રોજ સવારે ગુડબાય કિસ આપે છે તેઓ આ કિસ ન આપનારાઓ કરતાં પાંચ વર્ષ વધુ જીવે છે.
– આખા દિવસમાં એક કિસ કરવાથી માત્ર તમારી ભાવનાઓ જ નહીં પણ હેલ્થને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.
– કિસ કરવાથી શરીરમાં એડ્રેલિન નામનું હોર્મોન રીલીઝ થાયછે, જે શરીરમાં દર્દને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
– માથાના દુખાવામાં કિસ સૌથી અસરકારક સાબિત થાય છે.
– સ્ટ્રેસનું મુખ્ય કારણ કોર્ટિસોલ હોર્મોન હોય છે.કિસ કરવાથી શરીરમાં કોર્ટિસોલ ઓછું થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધેછે જેનાથી તણાવમાં ઘટાડો થાય છે.
– જે નિયમિત રીતે કિસ કરે છે, તેમને પેટ મૂત્રાશય અને રક્ત સંબંધિત સંક્રમણથવાની શક્યતા પણ ઓછી રહે છે. કિસ દરમિયાન પ્રાકૃતિક એન્ટીબાયોટિકનો સ્ત્રાવથાય છે, જે અનેક દુખાવામાંથી રાહત આપે છે.
– કિસ કાર્ડિઓ વેસક્યુલર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. એક સંશોધન મુજબપોતાના પાર્ટનરને નિયમિત રીતે કિસ કરનારા લોકોમાં તણાવ ઓછો જોવા મળે છે.સાથે જ તેઓ પોતાના સંબંધને મુદ્દે વધુ સંતુષ્ટ હોય છે, તેમના શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ નિયંત્રિત રહે છે.
– કિસ નકારાત્મક ઉર્જા બહાર ફેંકીસકારાત્મક ઉર્જા લાવે છે, જે તમારું આત્મ સમ્માન વધારે છે.
લેખન સંકલન : નિયતી મોદી
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ???