કઠુઆ ગેંગરેપઃ બાળકીની હત્યા અને ગેંગરેપ…સોશ્યલ મીડિયામાં “Justice for Asifa” કેમ્પેઈનમાં જોડાઓ…

જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની બાળકી આસિફાની સાથે ગેંગરેપ અને હત્યા કેસમાં જમ્મુ-કાશ્મીર પોલીસે 8 આરોપીઓની વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં ગેંગરેપના મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ 60 વર્ષના સાંજી રામને ગણાવ્યા છે.

જ્યારે તેમાંથી કેટલાંક આરોપી હિન્દુ એકતા મંચ સાથે પણ જોડાયેલા છે. મળતી માહિતી મુજબ આ બાળકીને જાન્યુઆરી મહિનામાં એક સપ્તાહ સુધી કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવીને રાખી હતી. ત્યાં 6 શખ્સે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ મામલે જમ્મૂ-કશ્મીરના ક્રાઈમબ્રાંચે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં 15 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આ ઘટનાના માસ્ટર માઇન્ડ સાંઝી રામને હાલમાં પોલીસે અરેસ્ટ કરી લીધા છે. તેમની સાથે કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સાંઝી રામ નામમા વ્યક્તિએ માસૂમ આસિફાની સાથે બળાત્કાર કર્યો હતો. જે આ આવક વિભાગના પૂર્વ અધિકારી છે. સાંજી રામે જ આસિફાનું અપહરણ કરીને મંદિરમાં તેને બંધક બનાવીને રાખી અને દુષ્કર્મ આચર્યુ હતું. તે સિવાય આ ગેંગરેપમાં એક સગીર આરોપી પણ સામેલ છે. જે માસ્ટરમાઇન્ડ સાંઝી રામનો સંબંધી છે.

તેમજ આ ઘટના મીડિયામાં આવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર “Justice for Asifa” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો આસિફા માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. જો કે, પોલીસ આ કેસની કાર્યવાહી ધીમી ગતીએ કરી રહી છે. 6 વર્ષ પહેલાં દિલ્હીમાં બનેલા નિર્ભયા કેસમાં પણ હજુ આરોપીઓ જીવીત છે ત્યારે આસિફાને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહ્યું.

તમેજ તમને જણાવી દઈએ કે, બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં રાસના ગામના દેવીસ્થાનના મંદિરના પૂજારીને મુખ્ય આરોપી ગણાવ્યો છે. સાંઝી રામની સાથે વિશેષ પોલીસ અધિકારી દિપક ખજુરિયા અને સુરેદ્ર વર્મા, મિત્ર પરવેશ કુમાર ઉર્ફ મન્નૂ, સાંઝી રામનો કિશોર ભત્રીજો અને તેનો પુત્ર વિશાલ જંગોત્રા ઉર્ફ શમ્મા કથિત રીતે સામેલ છે. આ સિવાય હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સબ-ઇન્સપેકટર આનંદ દત્તાની પણ પુરાવા નાબુદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

સંજીરામના કહેવાથી તેના સગીર ભત્રીજાએ છોકરીને ડરાવીને જંગલમાં જાનવરો હોવાની વાત કરી હતી. તે બહાને તે છોકરીને જંગલમાંથી થોડે દૂર લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે છોકરી પર હુમલો કરીને તેને નીચે પાડી દીધી હતી. તેના પછી છોકરી પર રેપ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 8 વર્ષની બાળકી બકરવાલ સમાજથી આવે છે. તે ઘોડા ચરાવવા માટે જંગલ ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. 17 જાન્યુઆરીના રોજ તેની લાશ મળી હતી. ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે, બાળકીને ભૂખી-તરસી મંદિરમાં બાંધીને રાખવામાં આવી હતી. બાળકીને નશીલી દવા પણ આપવામાં આવી હતી અને તેના પર વારંવાર રેપ પણ કરવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે જ્યારે રામે સતત બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરીને તેને ઠેકાણે પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આરોપીઓએ પોલીસ દીપક ખજુરિયાને ફોન કર્યો ત્યારે તે પણ રેપ કરશે અવું કહ્યું હતું. ગેંગ રેપ પછી 8 વર્ષની બાળકીનું ગળુ દબાવીને તેને પહેલાં બેભાન કરી દેવામાં આવી. ત્યારપછી પથ્થરથી તેનું માથું છૂંદીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.

મિત્રો, આખું ભારતવર્ષ આ કેમ્પેઈન માં જોડાઈ રહ્યું છે…તમે પણ જોડવ….કોમેન્ટ કરો  #Justice for Asifa”

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *