ઝડપથી વજન ઓછું કરવા દરરોજ પીઓ નારિયેળ પાણી, તેનાથી થશે અઢળક ફાયદા
વધારે વજન પર્સનાલિટીની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. વજન ઓછું કરવા માટે લોકો વ્યાયામ, જિમને લઈને ડાયટને કન્ટ્રોલ કરે છે પરંતુ કેટલાંક લોકો મહેનત કરતા હોવા છતા વજન ઓછું નથી થતું. તમે વજન ઓછું કરવા માટે ઘણા બધા ઉપાયો કર્યા હશે પરંતુ આજે અમે તમને ઓછા સમયમાં વજન ઓછું કરવાનો ઉપાય જણાવીશું. તેનાથી તમારુ વજન તો ઓછું થશે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઉનાળામાં નાળીયેર પાણી પીવાથી ગરમીમાં તાજગીનો અહેસાસ થાય છે. મીઠાસ અને પોષકતત્વોથી ભરેલું નારિયેળ પાણી આપણા શરીર માટે વરદાન રૂપ છે. નારીયેળ પાણી પીવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને પોષકતત્વો હોય શરીરને સ્વસ્થ રાખે છે. નારિયેળ પાણીમાં વિટામીન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે.
ગરમીમાં ખૂબ પરસેવો વળતો હોય ત્યારે, વર્ક-આઉટ કર્યા પછી, વોકિંગ પછી નારિયેળ પાણી પીવું અત્યંત ગુણકારી છે. પ્રેગ્નન્સીમાં, બાળકને સ્તનપાન કરાવતી વખતે, નાનાં બાળકોના ગ્રોથ-યર્સમાં નારિયેળ પાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં બે નારિયેળ પાણી પી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ માત્ર એક જ લેવું. ઓવર વેઇટ ધરાવતા લોકોએ નારિયેળનું પાણી જ લેવું, એમાંની મલાઈ નહીં.
-નારિયેળ પીની કરો વજન ઓછુંસામાન્ય રીતે ગરમીની સિઝનમાં લોકો નારિયેળ પાણી પીવાનું વધારે પસંદ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો તેનું સેવન કરવાથી તમારુ વજન જલ્દીથી ઓછું થઈ જશે. નારિયેળ પાણી શરીરમાં રહેલાં ઝેરી તત્ત્તવોને બહાર નીકાળે છે, જેનાથી વજન ઝડપથી તેજીથી ઓછું થાય છે. તે સિવાય દરરોજ તેનું સેવન કરવાથી વજનને પણ કન્ટ્રોલમાં પણ રાખે છે.
-આ સમયે પીવું નારિયેળ પાણી નારિયેળ પાણી પીવાનો સૌથી સારો સમય સવારનો છે. એટલાં માટે દરરોજ સવારે ખાલી પેટે નારિયેળ પાણી પીવું. તે સિવાય વર્કઆઉટના સમય પછી બપોરના ભોજનમાં અથવા તેના થોડા સમય પછી અને સાંજના સમયમા નારિયેળ પાણી પીવું. તેનાથી તમારું વજન તો કન્ટ્રોલ રહે છે સાથે તેનાથી શરીરને ઉર્જા પણ મળે છે.
-નારિયેળ પાણી પીવાના ફાયદાદરરોજ સવારે નારિયેળ પાણી પીવાથી આખો દીવસ શરીરમાં તાકાત રહે છે અને તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનાથી તમે ઘણી બીમારીથી બચી શકો છો. જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો નારિયેળ પાણી તમારા માટે બેસ્ટ છે. પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે વજન ઓછું કરવા માટે બહુ ફાયદાકારક છે. તેનાથી તમને આખો દિવસ ભુખ ઓછી લાગે છે અને ઓવરઈટિંગથી પણ બચી શકો છો, જેનાથી તમારું વજન કન્ટ્રોલમાં રહે છે.
નારિયેળ પાણીમાં ચરબી ઓછી હોય છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો સવાર-સવારમાં વર્કઆઉટ પછી, બપોરના ભોજનમાં અને સાંજના સમયમાં પણ તેનું સેવન કરવું, વજન ઘટવાની સાથે સાથે નારિયેળ પાણીનું સેવન થાઇરોઇડ હોર્મોન્સના સંતુલિત રાખે છે. એટલાં માટે સવારે નારિયેળ પાણીનું સેવન જરૂરથી કરવું. તેમજ કિડનીને સ્વસ્થ રાખવા માટે નારિયેળ પાણી ફાયદાકારક હોય છે. તે યૂરીનરી ટ્રેકને સાફ કરે છે અને કિડનીમાં સ્ટોનની સમસ્યા ક્યારેય નથી થતી. ગરમીમાં નારિયેળ પાણીનું સેવન તમને ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે. તે સિવાય ત્વચાને પોષણ આપવા માટે નારિયેળ પાણી પીવું એકદમ ફાયદાકારક છે. તેનાથી ત્વચા એકદમ કોમળ રહે છે.
નારિયેળ પાણી એક સમતોલ પીણું ગણાતું હોવાથી તેમાં ચરબીનું પ્રમાણ ઓછું છે. વધુ પડતું ખા-ખા કરવાથી ચરબી વૃદ્ધિ થાય છે. આ પાણી પીવાથી પેટ-ધરાઈ ગયું છે એવી લાગણી ઉદ્દભવે છે અને તે ઓછું-ખાવાની લાગણી જન્માવે છે, ઊનાળાની ગરમીમાં જ્યારે વધુ ગરમી લાગે ત્યારે હોટેલના પીણાં પીવાને બદલે કુદરતી અને તંદુરસ્તી બક્ષે તેવું નારિયેળ પાણી નામનું પીણું સર્વોત્તમ વિકલ્પ છે, તે તમારી માત્ર તરસ જ છીપાવતું નથી, બલકે, તમને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે.
લેખન.સંકલન : અશ્વિની ઠક્કર
હેલ્થને લગતા ઘરગથ્થું ઉપાયો વાંચવા માટે લાઈક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”