શું તમારા વાળ ની કાળજી રાખવા છતાં પણ વાળ ખરવાની સમસ્યા થી પરેશાન છો તો તમારા વાળ ને જરૂર છે હેર સ્પા ની ચાલો જાણીએ તેના ફાયદાઓ ……….
વેકેશન ની મોજ વચ્ચે બધાને ફરવા જવાના અને બહાર બધાને ત્યાં જવાનાપ્લાન હોય છે. એમાં પણ જો દરેક સ્ત્રી ને પોતાના ચહેરા અને વાળ ની વધારે પડતી ચિંતા હોય છે. તે પોતાના વિષે બહાર જતા પહેલા અવશ્ય વિચારતી જ હોય છે. પણ આ ગરમી માં બધાના વાળ રોજ ધોવામાં આવે તો પણ ખરાબ થઇ જાય છે. અને બહાર જતા પહેલા પાર્લર માં જવું પડે છે. અને પોતાના વાળ માટે હેર સ્પા જેવી સારવાર અપાવવી પડે છે. આ સારવાર આમ તો મોંઘી જ હોય છે.પણ પોતાના વાળ ની કાળજી માટે દરેક વ્યક્તિ કરાવતા હોય છે. ત્યારે એ વિચાર જરૂર આવે કે જો આવી વાળ ની સારવાર ઘરે જ કરી શકીએ તો….. મજા પડી જાય ને … આવી જ હેર સ્પા ની સારવાર માટેના હેર પેક બનાવતા હું આજે તમને શીખવીશ. તો ચાલો…..
હેર સ્પા પાંચ સ્ટેપ માં કરવાનો હોય છે.
1.તેલ દ્વારા વાળ માં મસાજ :સૌપ્રથમ વાળ માં નારીયેલ અથવા આમલા ના તેલ થી આંગળીના ટેરવાથી મસાજ કરવું.વાળ માં ચારેબાજુ સરખી રીતે તેલ માલીશ કરી દેવું.ધ્યાન એ રાખવું કે હળવા હાથ થી મસાજ કરવાથી વાળ તૂટતા નથી. બાકી વધારે મસાજ કરવાથી વાળ તૂટે છે.
2. વરાળ :વાળ માં તેલ થી મ્મ્સાજ કર્યા પછી વરાળ આપવી જરૂરી છે. તેનાથી વાળ મુલાયમ રહે છે.
વરાળ કેવી રીતે આપી શકાય:
ગરમ પાણી માં ટુવાલ ને પલાળીતેણે નીચવી લેવો. ત્યારબાદ વાળ માં આ ટુવાલ સરખી રીતે લપેટી લેવો. આ ટુવાલ ને 15 મિનીટ સુધી વાળ માં આ રીતે બાંધીને રાખવો. જેથી મસાજ કરેલું તેલ વાળ ની અંદર સુધી આરામ થી પહોચી જશે.
3. વાળ ને ધોઈ નાખવા :હવે વાળ માંથી ટુવાલ કાઢીને વાળ ને નવશેકા પાણી થી જે શેમ્પૂ વાપરતા હોય તેનાથી ધોઈ નાખવા. જેથી વાળ ની અંદર રહેલું તેલ સરસ રીતે સાફ થવું જોઈએ.
4.કંડીશનર:
શેમ્પૂ કર્યા પછી વાળ ને સરસ રીતે હળવા હાથે વાળ ના ઉપરના ભાગ માં કંડીશનર કરવું. 10 -15 મિનીટ પછી વાળ ને નવશેકા પાણી થી ધોઈ નાખવા. હવે વાળ ને ટુવાલ માં લપેટી લો. વાળ સુકાય જાય પછી તેનાથી વાળ ની ગુંચ કાઢવી.
કંડીશનર ઘરે કેવી રીતે બનાવી શકાય:કેલા અને મધ નું મિશ્રણ બનાવો અથવા ઈંડા અને દહીં નું મિશ્રણ બનાવો. અને હળવા હાથ થી વાળ માં લગાવી ડો. અને 10- 15 મિનીટ રહેવા દો. હવે પાણી થી વાળ ને ધોઈ ને ટુવાલ માં વાળ ને લપેટી લો.
5. હેર માસ્ક:વાળ થોડા ભીના હોય ત્યારે હેર માસ્ક વાળ માં લગાવી દો. તેનાથી વાળ ની મજબૂતાઈ માં વધારો થાય છે.
હેર માસ્ક ઘરે કેવી રીતે બનાવી શકાય :
એક બાઉલ માં 2 ચમચી નારીયેલ તેલ, 2 ચમચી ગ્લીસરીન, 1 ચમચી લીંબુ નો રસ, 1 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી મધ, 2 ચમચી પીસેલાકેલા, આ બધાને એક સાથે મિક્સ કરી વાળ માં લગાવી દો.15 થી ૨૦ મિનીટ સુધી વાળ માં રહેવા દો. પછી પાણી થી વાળ ને ધોઈ લોલો. ત્યારબાદ હેર ડ્રાયર ની મદદથી અથવા પંખા નીચે વાળ ને સુકવી લો. સુવાળસુકાય જી પછી જાતે જ તમે અનુભવી શકશો કે તમારા વાળ કેટલા મુલાયમ થઇ ગયા છે.
હેર સ્પા વાળ માં મહિના માં એક વાર જરૂર કરવો જોઈએ જેથી વાળ ખરતા અટકે છે. વાળ ની ચમક વઘે છે. અને વાળ ની લંબાઈ માં પણ વધારો થાય છે.
હેર સ્પા ના વિવિધ પ્રકારો થી ઘરે જ અલગ અલગ હેર સ્પા કરી શકાય :
1. નારીયેલ ક્રીમ હેર સ્પા
2. એવોકેડો હેર સ્પા
3. કેળા નો હેર સ્પા
4. ઈંડા નો હેર સ્પા ( ખરતા વાળ માટે)
5. ઓલીવઓઈલ હેર સ્પા
6. મધ નો હેર સ્પા
7. બીયર હેર સ્પા
8. એપલસીડર હેર સ્પા
9. દહીં અને ઈંડા નો હેર સ્પા
10. મેંદી નો હેર સ્પા (ખોડા માટે)
હેર સ્પા ના ફાયદાઓ:
1. વાળને મજબુત, લાંબા , ભરાવદાર,અને ચમક આપે છે.
2. વાળ માં ખોળો થતો અટકાવે છે.
3. ખરાબ વાળ ને રીપેર કરે છે.
4.વાળ ને ખરતાઅટકાવે છે.
5. વરાળ આપવાથી વાળ ને ઊગવામાં મદદ મળી રહે છે.
6. વાળ માં મસાજ કરવાથી લોહી નું પરિભ્રમણ ખુબ સરસ રીતે થાય છે.
7. હેર સ્પા કરવાથી માથાનો દુખાવામાં માં રાહત મળે છે.
8. રૂપિયા ની અને સમય ની પણ બચત થાય છે.
લેખન સંકલન : પૂજા કથીરિયા
માહિતી દરેક મિત્રો સાથે શેર કરો અને દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.