ઉનાળામાં રોજ રાતે સ્નાન કરવાથી થાય છે ગજબનાં ફાયદા…

ઉનાળામાં રોજ રાતે સ્નાન કરવાથી થાય છે ગજબનાં ફાયદા

સારા સ્વાસ્થ્ય અને શરીર સ્વચ્છ રાકવા માટે રોજ સ્નાન કરવું અત્યંત જરૂરી છે. સ્નાન કરવું તે આપણું દૈનિક કાર્ય છે, જેને મોટાભાગના લોકો સવારના સમયે અથવા કામ પર નીકળતા પહેલાં સ્નાન કરે છે. રાતે સ્નાન કરવાથી તમારા શરીરને ગજબના ફાયદા મળી શકે છે. સ્નાન કરવાથી આપણા શરીરમાંથી કચરો સાફ થઈ જાય છે, તો બીજી તરફ સ્નાન કર્યા પછી તમને ફ્રેશ ફિલ થાય છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે, રાતે સ્નાન કરવાથી તમને સારી ઉંઘ આવે છે અને દિવસની શરૂઆત સારી રીતે કરવા માટે સવારના સમયે સ્નાન કરવાનું એકદમ બેસ્ટ છે.

ન્યૂયોર્કના ડર્મટોલજિસ્ટએ આ વિષય પર તારણ કાઢ્યું છે, જો કે, બંને સમયમાં સ્નાન કરવાથી કેટલાંક નુકસાન થાય છે અને કેટલાંક ફાયદા પણ થાય છે. પરંતુ રાતે સ્નાન કરવાથી શરીરમાંથી આખા દિવસનો પરસેવો, ઓયલ, અને એલર્જી વાળા તત્ત્તવો નીકળી જાય છે, તેમજ ઉંઘ પણ સારી આવે છે અને ત્વચા પણ સારી રહે છે.

રાતે સ્નાન કરવાથી થતા ફાયદા-

આખા દિવસનો કચરો શરીરમાંથી નીકળી જાય છે-ન્યૂયોર્કના ડર્મટોલજિસ્ટ ડો.સામેર જબેરએ જણાવ્યું હતું કે, રાતના સમયમાં સ્નાન કરવાથી આખા દિવસની ધૂળ-માટી અને કચરો નીકળી જાય છે. કેમ કે, ગંદકીની સાથે પથારીમાં સૂવાથી તમારી ઉંઘમાં ખલેલ પડી શકે છે અને ત્વચા સંબંઘિત એલર્જી થાય છે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે રાતે સૂતા પહેલાં સ્નાન અવશ્ય કરવું જોઈએ. તેમજ તેમણે આગળ જણાવતા કહ્યું કે, સ્નાન કરતા પણ જરૂરી છે કે રાતે સૂતા પહેલા ચહેરો સાફ કરવો કેમ કે, આવું ન કરવાથી તકિયા પર આખા દિવસની ગંદકી અને તેલ લાગી જાય છે અને તમારા ચહેરા પર ખીલ થાય છે.

સારી ઉંઘ આવે છે-સ્નાન કરવાથી શરીરનું તાપમાન સામાન્ય રહે છે, જેનાથી તમને સારી ઉંઘ આવે છે. મોટાભાગના રિસર્ચમાં જણાવામાં આવ્યું છે કે, ઉંઘવાની ઓછામાં ઓછી 90 મિનીટ પહેલા સ્નાન કરવાથી શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે અને સારી ઉંઘ પણ આવે છે. સાથે સ્નાન કરવાથી મગજમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઓછું થઈ જાય છે અને માનસિક સ્વાસ્થ સારું રહે છે.

ચમકતી ત્વચા મેળવવા માટે-રાતે શરીરની ત્વચાની કોશિકાઓ સ્વસ્થ થઈ જાય છે અને મૃત કોશિકાઓ નષ્ટ થઈ જાય છે અને નવી કોશિકાઓ આવે છે. એટલા માટે ડો.જબેર રાતે ચહેરો ધોઈને સૂવા માટેની વાત પર જોર આપે છે. જો કે, રાતે સ્નાન કરવાથી પણ તમારા શરીરનો થાક ઉતરી જાય છે.

સવારના સમયે સ્નાન કરવાથી થતા ફાયદા-

હાર્વડના એક રિસર્ચ પ્રમાણે, સવારે સ્નાન કરવાથી મગજ સારું રહે છે અને તનાવ નથી રહેતો તેમજ ટેન્શન પણ ઓછું થઈ જાય છે. તેનાથી તમે આખો દિવસ ફ્રેશ ફિલ કરો છો. કામમા પણ સારી રીતે ધ્યાન આપી શકો છો.

સવારે દાઢી કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે-

ડો. જબેરના જણાવ્યા મુજબ, જે પુરુષ સવારના સમયે દાઢી કરે છે, તેમના માટે સવારના સમયે સ્નાન કરવું જરૂરી છે. કેમ કે, હુંફાળા પાણીથી સ્નાન કરવાથી અવિકસિત વાળનો વિકાસ અટકી જાય છે અને ત્વચાના રોમછિદ્રો ખુલી જાય છે. તેમજ સારી રીતે દાઢી પણ કરી શકો છો.

કયો વિકલ્પ છે બેસ્ટ-
નિષ્ણાતો જણાવ્યા અનુસાર, રાતે સ્નાન કરવાનો ઓપ્શન એકદમ બેસ્ટ છે, કેમ કે, તેનાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે અને શરીરમાંથી બધી ગંદકી સાફ થઈ જાય છે અને સારી ઉંઘ આવે છે. જો કે, દિવસમાં બે વખત સ્નાન કરવાથી કોઈ નુકસાન નથી થતું તે તમારી પંસદગી પર નિર્ભર રહે છે. પરંતુ સ્નાન કરવા માટે હુંફળા પાણીનો ઉપયોગ કરવો અને 10 મિનીટ કરતા વધારે સ્નાન ન કરવું. કેમ કે, આવું કરવાથી શરીરમાં કુદરતી કોમળતા જતી રહે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક રસપ્રદ અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *