ગરમીની સીઝનમાં તરબૂચ, શક્કર ટેટી જેવા ફ્રૂટની માંગ વધારે હોય છે. જો શક્કર ટેટીની વાત કરીએ તો તે ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે સાથે કેટલીક શરીરની બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. શક્કર ટેટીમાં સૌથી વધારે પાણીનું પ્રમાણ હોય છે, એટલા માટે ગરમીની સીઝનમાં શક્કર ટેટી ખાવાથી શરીરમાં પાણીની માત્રા જળવાય રહે છે. તે સિવાય તે કીડની સાફ રાખે છે અને વજન ઘટાડવામાં પણ ટેટી ફાયદાકારક રહે છે. કારણ કે આ ફળમાં કેલેરી અને શુગરની માત્રા વધારે નથી હોતી. એટલું જ નહીં, તેનાથી ત્વચાને પણ ફાયદો થાય છે. તેમાં રહેલું વિટામિન એ ત્વચાને સાફ રાખવામાં મદદરૂપ થાય છે. આજે અમે તમને જણાવીશું શક્કર ટેટીથી થતા ફાયદાઓ વિશે.
1. વજન ઘટાડવા માટેશક્કર ટેટીમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાને કારણે, તેને ખાવાથી વજન વધવાનું ટેન્શન નથી રહેતું. તે સિવાય તેમાં કાર્બોહાઈડ્રાઈટની માત્રા વધારે હોવાથી શરીરમાં એનર્જી રહે છે. તેને ખાવાથી પેટ પણ ભરાય જાય છે અને જલ્દી ભુખ પણ નથી લાગતી.
2. ડાયાબિટિસશક્કર ટેટીમાં કેટલાંક એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરની ગંભીર બિમારીઓને દૂર કરે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે શક્કર ટેટી બહુ ફાયદાકારક છે. તેને ખાવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે અને ડાયાબિટિસને પણ નિયંત્રણમાં રાખે છે.
3. આંખોની રોશની વધારે છેમોટાભાગનાં લોકોનું માનવું છે કે પપૈયુ ખાવાથી આંખોની રોશની વધે છે પરંતુ શક્કર ટેટીમાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી આંખો લાંબા સમય સુધી સારી રહે છે.
4. હૃદયની બિમારી માટે લાભકારકહૃદયને સ્વસ્થ રાખવા માટે શક્કર ટેટી બહુ લાભકારક છે. તેને ખાવાથી હૃદયની બિમારીથી બચી શકાય છે. શક્કર ટેટીમાં રહેલાં એડિનોસિન શરીરમાં લોહીને પાતળું કરે છે. તેને ખાવાથી હાર્ટ અટેક, કાર્ડિયાકઅટેક, સ્ટ્રોક જેવી અન્ય બિમારીથી બચી શકાય છે.
5. હાડકાને રાખે છે મજબૂતશક્કર ટેટીમાં રહેલું વિટામિન સી શરીરમાં રહેલાં ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે, જેના લીધે લાંબા સમય સુધી હાડકા મજબૂત રહે છે. તેનું સેવન કરવાથી હાડકા અને માંસપેશિયો મજબૂત રહે છે.
6. કેન્સર શક્કર ટેટીમાં પુરતા પ્રમાણમાં ઓર્ગેનિક પિગમેન્ટકેરોટેન્વાઇડ રહેલું છે, જે કેન્સરની સામે રક્ષણ આપવાની સાથે સાથેફેફસાંના કેન્સર જેવી બિમારીઓને દૂર રાખે છે. તેનાથી શરીરમાં વધી રહેલા કેન્સરના મૂળ નાશ પામે છે.
7.ત્વચા આપણી ત્વચામાંકનેક્ટિવટિશ્યૂ જોવા મળે છે. શક્કર ટેટીમાં મળતા કોલાજન પ્રોટીન આ કનેક્ટિવ ટિશ્યુમાં કોશિકાઓની સંરચનાને જાળવી રાખે છે. કોલાજનથી ઘાવ ઝડપથી ભરાય છે અને ત્વચા મજબૂત બને છે. જો તમે નિયમિત શક્કર ટેટી ખાવાનો આગ્રહ રાખશો તો ત્વચામાં શુષ્કતા નહીં આવે.
8.કિડની શક્કર ટેટીમાં ડાઇયુરેટિક (મૂત્રવર્ધક) ક્ષમતા વધારે હોય છે. તેનાથી કિડનીની બિમારી અને એક્ઝિમામાં ઘટાડો થાય છે. જો શક્કર ટેટીમાં લીંબુ નાખીને તેનું સેવન કરવામાં આવે તો સંધિવાના રોગમાંથી મુક્તિ મળે છે.
લેખન સંકલન : પ્રિયંકા પંચાલ
દરરોજ અવનવી અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.