સામગ્રી :
૬ નંગ.. ફ્રેશ બ્રેેેેડ
૧/૨ કપ.. ચોખા નો લોટ
૧-૨ ટે સ્પૂન.. સોજી (Optional)
૧/૨ કપ.. દહીં
મીઠુ
રીત :
• બ્રેડ ની કિનાર કાઢી લો.
• એક બાઉલ માં બ્રેેેડ નાં ટુકડા કરી તેમાં ચોખા નો લોટ, સોજી, દહીં, મીઠુ, થોડું પાણી મિક્સ કરી ૧૫ મિનિટ ઢાંકી રાખો.
• પછી મિક્સર માં પીસી લો. (ખીરુ બનાવવા જરૂર પડે તેટલું પાણી ઉમેરી પીસવું)
• નોન સ્ટીક તવી પર ઢોસો પાથરી તેલ છાંટી બંન્ને બાજુ બ્રાઉન થવા દો.
• ઢોસા માં વચ્ચે મસાલો મૂકી રોલ કરી સાંભાર, દહીં સાથે સર્વ કરો. કોકોનટ ચટની સાથે પણ સર્વ કરી શકાય.
નોંધ :
• ચોખા નો લોટ થોડો કકરો લેવાથી વધારે સારા બનશે.
રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)
આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો !