ભારતમાં સાડીની ફેશન પેઢી દર પેઢીથી ચાલી આવે છે. નાની, દાદી, મમ્મીથી બધાને આ સાડી વિરાસતમાં મળે છે, અને જાણે કોઈ ખજાનો મળ્યો હોય તેમ મોંઘી મોંઘી જરીવાળી સાડીઓ મહિલાઓને મળતી હોય છે. આજના સમયમાં પણ સાડી તમામ આધુનિક પહેરવેશને માત આપી શકે તેવી છે. લોકો સાડી તો પહેરે છે, પણ ભારતના અલગ અલગ પ્રાંતમાં કેવા કેવા પ્રકારની સાડીઓ પહેરાય છે, તે કઈ સાડીઓ હોય છે તેવું નોલેજ બહુ જ ઓછાને હોય છે. દરેક પ્રાંતના સાડીની એક આગવી ઓળખ હોય છે. ભારતમાં આસામી, બંગાળી, કાંજીવરમ, ચંદેરી, શિફોન, બંધેજ, નેટ, સિલ્ક, બનારસી, મહારાષ્ટ્રીય સાડીઓ ઉપરાંત પણ બીજી અનેક સાડીઓ છે. તો જાણી લો સાડીના પ્રકારો વિશે.
ઈલકલ સાડીઓ આઠમી સદીથી ભારતમાં બનાવવામાં આવે છે. તે કર્ણાટકની પરંપરાગત સાડીઓમાં સામેલ છે.ઈકત સાડીને પટોલા સાડીઓ પણ કહેવાય છે. તે લગભગ 700 વર્ષોથી ભારતમાં બનાવવામાં આવે છે. આ સાડીઓ પર વેજિટેબલ રંગથી કલર કરવામાં આવે છે.
મૈસૂર સાડી દક્ષિણ ભારતની ફેમસ સાડીઓમાં ગણાય છે. તે મલબરી સિલ્કમાંથી બને છે.
કલમકારી હેન્ડ પ્રિન્ટેડ ટેક્સટાઈલનું એક ટાઈપ છે, જે ઈન્ડિયા અને ઈરાનમાં બનાવવામાં આવે છે. કલમકારની મતલબ કલમથી બનાવવામાં આવેલી ડ્રોઈંગ એમ થાય છે.
ટસ્સર સિલ્કની સાડીઓ શાનદાર કારીગરી અને ગુણવત્તાથી ભરપૂર હોય છે. આ કાપડની સાડીઓ અન્ય કરતા પ્રમાણમાં મોંઘી હોય છે.ધરમવરમ સિલ્ક સાડીઓને ખાસ પ્રસંગે પહેરવામાં આવે છે.
કોટા ડોરિયા સાડી કપાસ અને રેશમમાંથી બનાવવામાં આવે છે. આ સાડી રાજસ્થાનના કોટામાં બને છે.
બલચૂરી સાડીઓમાં રેશમનો ઉપયોગ કાય છે, તે તેની સૌથી મોટી ખાસિયત હોય છે.
કાશ્મીરી સાડી પણ ત્યાંની ખૂબસૂરતીની જેમ લુકમાં બહુ જ ગોર્જિયસ હોય છે.
મંગલાગિરી સાડીના પલ્લુ પર ખાસ પ્રકારની કારીગીરી કરાય છે, જે તેની ખાસિયત છે.
આ સિવાય પણ ભારતમાં બીજી અનેક પ્રકારની સાડીઓ છે. ભારતના દરેક પ્રાંતમાં અલગ અલગ સાડીની ઓળખ છે. કેટલાક રાજ્યોમાં તો એક નહિ, પણ બે-ત્રણ પ્રકારની સાડીઓ વધુ ફેમસ છે. જેમાં તમે દક્ષિણ ભારતને ગણી શકો. ઉપર બતાવેલી સાડીઓ ભલે ઓછી પહેરાતી હોય, પણ તે સાડીઓમાં શાન સમી ગણાય છે. આ સાડીઓ પહેરવી સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. ભલે આ સાડીઓ મોંઘી હોય અને તમારા બજેટમાં ન બેસતી હોય, પણ તમારા કલેક્શનમાં આમાની કેટલીક સાડીઓ સેવિંગ કરીને જરૂર ખરીદજો. તમારું સ્ટેટસ પણ ઉંચુ ગણાશે. ત્યાં જ્યા પણ આ સાડી પહેરીને ઉભા હશો, ત્યાં લોકો તમારી વાહવાહી કરશે.
તો કેવી લાગી માહિતી જો તમારી પાસે આમાંથી કોઈપણ સાડી હોય તો એનો ફોટો કોમેન્ટમાં મૂકી શકો છો…
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ??