આ રીતે ઘરે જ બનાવો કાઠીયાવાડી “સેવ ડુંગળીનુ” શાક, બધા આંગળા ચાટતા રહી જશે

અત્યારે ગુજરાતીઓ ઘણી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓમા અલગ અલગ ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે અને આમ પણ ગુજરાતી ખાવાના ઘણા સોકીન હોય છે તો આજે અમે તમારા માટે વધુ એક ગુજરાતી વાનગી લઇને આવ્યા છીએ અને જે ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આ સાથે જ તે ઝડપથી બની જાય છે તો ચાલો રાહ કોની જોવી જોઈએ કેવી રીતે બનાવાય સેવ ડુંગળીનું શાક


અહી તમારે સેવ ડુંગળીનું શાક બનાવવા માટે વપરાતી સામગ્રી

૧ કપ – રતલામી સેવ
૧ ચમચી – લસણ
૧ કપ – ડુંગળી કાપેલી
૧ નંગ – લીલું મરચું કાપેલી
૧/૨ ચમચી – રાઇ
૧ ચપટી – હીંગ
૧/૨ ચમચી – હળદર
૧/૨ ચચમી – ધાણાજીરૂ
૧ ચમચી – લાલ મરચું
૨ ચમચી – તેલ
૧ નાની ચમચી – આદું પીસેલું
૧/૨ કપ – ટામેટા કાપેલી
અને મીઠું સ્વાદાનુસાર

સેવ ડુંગળીનુ શાક ને બનાવવાની આ છે રીત

તમારે સૌપ્રથમ તો એક નોન સ્ટિક કળાઈ લઈ તેમાં તેલ ગરમ કરો અને તેમા રાઇ નાખો અને રાઇ ભભરાઈ જાય એટલે તેમા થોડી હીંગ અને આદુ અને લસણ અને લીલા મરચા નાખી દો અને અને હવે તેમા ડુંગળી નાખીને હલાવતા રહો અને ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા જરૂરિયાત મુજબ હળદર અને ધાણા જીરૂ નાખી તેમા લાલ મરચુ અને મીઠુ નાખીને ૨ થી ૩ મિનિટ સુધી ચઢવા દો અને એકદમ હલાવતા રહો.

હવે તેમા ઝીણા કપાયેલા ટામેટા નાખીને તેને નરમ થાય ત્યા સુધી ચઢવાદો અને ત્યાર પછી તેમા રતલામી સેવ નાખીદો અને તેને ગરમા ગરમ સર્વ કરો અને બસ તૈયાર છે સેવ ડુંગળીનુ સ્વાદિષ્ટ શાક અને તેને તમે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો અને બસ આ વાતનુ ધ્યાન રે કે આપને ગેસની આંચ બંધ કરીને શાક સર્વ કરતા સમયે તેમા સેવન નાખો પહેલા નહિ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *