આ ઘરગથ્થું ઉપચારથી પાચનતંત્રને લગતી તમાત તકલીફો ચપટી વગાડતા થશે દૂર..

પાચનતંત્ર અંગેની નાની-મોટી તકલીફોનો દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક તો અનુભવ કર્યો હોય છે. આમ જોવા જઈએ તો પાચનતંત્રના રોગો અનેક પ્રકારના છે, પણ તેનાં બાહ્ય લક્ષણો મોટાભાગે સમાનતા દર્શાવે છે. જેમ કે, કબજિયાત એ સામાન્ય ખાન-પાનની ગડબડને લીધે પણ થઈ શકે અને મળાશયના કેન્સરને લીધે પણ થઈ શકે. તેમજ તમામ બીમારીઓની શરૂઆત પાચનતંત્રની ગડબડના કારણે થાય છે. ચિંતા, પરેશાની ગભરાટ અને ડિપ્રેશનથી પાચનતંત્રમાં જઠરની સક્રિયતા વધી જાય છે.

પાચનતંત્ર નબળું થવાથી ખાધા પછી ગેસ, સોજો, પેટની તકલીફ, ક્યારે ક્યારે કબજિયાત કે થાક જેવી પાચનની તકલીફો થઇ જાય છે. તેમજ ખાવા-પીવામાં ખામી રાખવી. ખુબ ઓછા પ્રમાણમાં પાણી પીવું. વધુ પ્રમાણમાં ભોજન કરવાથી, અનિયમિત ભોજન કરવાથી, મોડી રાત સુધી જાગવાથી, એક જ જગ્યાએ કલાકો સુધી બેસીને કામ કરવાથી તેમજ વધારે પડતા તણાવને કારણે પાચનતંત્ર નબળું થઈ જાય છે. પાચનતંત્ર નબળું થઈ જાય ત્યારે એસીડીટી, પેટ સાથે જોડાયેલી તકલીફો, છાતીમાં બળતરા થવા લાગે છે. તેમજ કબજિયાતની સમસ્યા પણ રહે છે.

પાચનતંત્રને મજબૂત કરવા માટેનાં ઉપાય :

– જીવનશૈલીમાં બદલાવ કરવો

કોઈ પણ વ્યક્તિ માટે તેની જીવનશૈલી બહુ મહત્વની છે. જો તમારી જીવનશૈલી બરાબર નહીં હોય તો આખો દિવસ તમારે કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સવારથી લઈને રાત સુતા સુધી પોતાની દિનચર્યા સારી રાખો. યોગ્ય સમયે પોતાનું ભોજન લેવું. જો તમારું ડેઈલી રૂટીન ઠીક હશે તો તમારું શરીર પણ તે મુજબ ચાલતું રહેશે. જેનાથી પાચનતંત્ર પણ સારું થઇ જશે.

– રાતે જલ્દી ઊંઘી જવું

મોટાભાગના લોકો મોડી રાત સુધી કામ કરતા હોય છે અથવા તેમને મોડી રાત સુધી જાગવાની ટેવ હોય છે. જેના કારણે તેની ખરાબ અસર પાચનતંત્ર પર થાય છે. જો મોડી રાત સુધી જાગતા રહેશો તો તમારું પાચનતંત્ર ખરાબ થવું નક્કી છે. તેનાથી બચવા માટે નો ઉપાય છે કે રાતે વહેલા સુવાની ટેવ પાડવી, જેથી તમારું પાચનતંત્ર પણ સારું રહેશે. ઊંઘ નો આપણા શરીર સાથે ગાઢ સબંધ છે. જેવી રીતે આપણા માટે ભોજન કરવું જરૂરી છે બસ એવી રીતે આપણા માટે ઊંઘ પણ જરૂરી છે. વગર સારી ઊંઘે સારા સ્વાસ્થ્ય ની કલ્પના કરવું પણ મુશ્કેલ છે. એક દિવસમાં ૮ થી ૯ કલાક ની સારી ઊંઘ જરૂર લો.

– પાણી વધારે પીવું

શરીરમાં પાણી હોવું બહુ જરૂરી છે. મોટાભાગના લોકો ઓછું પાણી પીવે છે. દિવસમાં લગભગ ૨ લીટર પાણી પીવું જોઈએ. જો તમારું પાચનતંત્ર બરાબર ન હોય તો વધારે પાણી પીવું. તે આપણા શરીરમાં પાણીના પ્રમાણને પૂરું પાડે છે જેથી ખાવાનું જલ્દી પચી જાય છે. તેથી પાણી પીવો અને પુષ્કળ પીવો.

– તણાવ દૂર કરવો

અત્યારેની જીવનશૈલી એવી છે કે લોકો તણાવમાં વધારે રહેતા હોય છે. તણાવને કારણે વ્યક્તિને નુકસાન થાય છે. તેમજ શરીર બીમારીનું ઘર બની જાય છે. તેમજ વધારે પડતો તણાવ લેવાથી પાચનતંત્ર ખરાબ થઈ જાય છે અને ખાવાનું જલ્દી પચતું નથી. તેથી બને ત્યાં સુધી તણાવથી દૂર રહેવું.

-ફાસ્ટ ફૂડથી દૂર રહેવું

અત્યારે આપણે ફાસ્ટ ફુડ વધારે ખાતા હોઈ છીએ પણ પરંતુ બહુ ઓછા લોકોને તે વાતની ખબર હશે કે ફાસ્ટ ફુડ ખાવાથી આપણું પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. જે લોકો ફાસ્ટ ફુડ વધુ પસંદ હોય છે તે ખરાબ પાચનતંત્ર નો શિકાર બની જાય છે. તેનું સેવન ખુબ ઓછા પ્રમાણમાં કરો અને તેની જગ્યાએ હેલ્ધી ફૂડ લો.

તે ઉપરાંત પોતાનું ભોજન હમેશા ચાવી ચાવીને ખાવ જેથી ભોજન સારી રીતે પચે. તેમજ છાશ નું સેવન આપણા પાચન માટે સારું રહે છે. ભોજનમાં છાશનો ઉમેરો કરો. જામફળ ના પાંદડામાં સાકર ભેળવીને સેવન કરવાથી ઓછું પચવાની તકલીફ દુર થઇ જાય છે. તેમજ લીંબુ ઉપર કાળા મરીનો પાઉડર લગાવીને ચાટવાથી પાચનની તકલીફ દુર થઇ જાય છે.

ગર્ભવતી મહિલાએ પાચનશક્તિ મજબૂત કરવા ઈલાયચીનું સેવન કરવું. તે ગર્ભવતી મહિલાના પાચન સબંધી તકલીફોને દુર કરે છે. તેમજ તમે ચામાં ઈલાયચી નાખીને પી શકો છો. દરરોજ આદુનો રસ પીવાથી પાચનશક્તિ મજબૂત રહે છે. તે શીવાય લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે. તેનું સેવન કરવાથી ઘણી બધી તકલીફો દૂર થાય છે. તેમજ લીંબુ પાણી પીવાથી પેટનો ગેસ દૂર થાય છે અને પાચનશક્તિ માટે પણ બરાબર છે.

તેમજ દરરોજ ખાવામાં સલાડ લેવું જોઈએ. સલાડ ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સલાડ ખાવાથી ખોરાક જલ્દી પચી જાય છે. તેમજ જામફળ ખુબ ઉપયોગી ફળ છે જે પોષ્ટિક હોય છે. તેમાં વિટામીન ‘સી’, ફોસ્ફરસ અને પોટેશિયમ રહેલા છે જે આરોગ્ય માટે સારું છે. જામફળ ના સેવન કરતા રહેવાથી મસ્તિક, હ્રદય અને પાચનશક્તિ મજબુત રહે છે. તે શીવાય તમે એસીડીટી ને દુર કરવા માટે, છાતીની બળતરા ઓછી કરવા માટે અને ખાવાનું સારી રીતે પચાવવા માટે તમે વરીયાળી લઇ શકો છો. રોજની એક ચમચી વરીયાળી લેવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક સ્વાસ્થ્યને લગતી ઘરગથ્થું ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *