આપણા વડીલોના કહેવા મુજબ મંદિરે દર્શન કરી બહાર ઓટલે બેસવુ જોઈએ, જાણો કારણ

આપણે મંદિરમા જઈને દર્શન કર્યા પછી મંદિરના ઓટલે બેસીએ છીએ શા માટે? આ સલાહ આપણને આપણા માતા-પિતા કા તો દાદા-દાદી કા તો કોઈ વડીલોએ આપી હશે. તો તમને ક્યારેય વિચાર આવ્યો કે આપણે કેમ મંદિરની બહાર બેસવુ જોઈએ, શુ કારણ હશે? તો ચાલો જાણીએ તેનુ કારણ જાણીએ.

હકીકત મા ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે, આપણને તો ફક્ત ઓટલે બેસવાનુ એટલુ જ ખબર છે પણ આપણે તે શ્લોક બોલતા નથી. અને હકીકત એ પણ છે જ કે તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી પણ તમે તમારી આગળની પેઢી ને જરૂર શીખવજો. તો આજે તે શ્લોક વિષે પણ જાણીએ.

તો હિંદુ ધર્મ અનુસાર ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે, જે નીચે મુજબ છે.

“અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહન્તે તવ સાનિધ્યમ દેહીમે પરમેશ્વરમ”

મંદિર મા જઈને આપણે દર્શન કરીએ છીએ, દર્શન કરતી વખતે આપને નરી આંખોથી દેવોનુ દર્શન કરતા હોઈએ છીએ, સાથે સાથે મન મૂકીને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ. આવુ કરવાથી ભગવાનના દર્શન આપણને યાદ રહી જાય છે. દર્શન કર્યા બાદ જયારે ઓટલે બેસો ત્યારે યાદ કરેલ દર્શનનુ ધ્યાન કરવુ જોઈએ. ત્યારે આંખ બંધ કરો. ધ્યાન કરતા ભગવાનનુ દર્શન ના થાય તો પાછા દર્શન કરવા જવુ જોઈએ.

પછી પાછા ઓટલે બેચીને આંખ બંધ કરી ધ્યાનમા કરો. અને જયારે ધ્યાનમા ભગવાનના દર્શન થાય ત્યારે ભગવાન પાસે આ શ્લોક બોલો “હૈ ભગવાન અનાયાસેન મરણમ” એટલે કે મને કોઈ પણ જાતની તકલીફ વગરનુ મરણ આપો, “વિના દૈન્યેન જીવનમ” એટલે પરવાસતા વગરનુ સુખ અને શાંતિભર્યું જીવન આપો આજે મને મારુ બધુ કાર્ય મારી પોતાની જાતે કરી શકુ, “દેહાન્તે તવ સાનિધ્યમ” એટલે જયારે મારો મરણ સમય આવે ત્યારે તમારુ દર્શન થાય, જેવી રીતે ભીષ્મ ને થયુ હતુ તેમ.

તો આ આપણે મંદિરમા દર્શન કરીને પછી ઓટલે બેસી ને પછી બોલવાનુ હોય છે, ફક્ત બેસવાનુ હોતુ નથી. એટલા માટે હવે જયારે મંદિરમા જાવ ત્યારે ઓટલે બેસીને આ શ્લોક બોલવાનુ અગત્યનુ કામ ક્યારેય ના ભૂલતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *