અહી વ્યક્તિ આવે છે બીજાના ટેકે પણ જાય છે પોતાના પગે ચાલીને, ફક્ત ૧ અઠવાડિયામાં….

હા, મિત્રો આજે અમે તમને લકવા ના રોગ વિષે જણાવા જઈ રહ્યા છે. તમે એવા ઘણા વ્યક્તિઓ ને જોયા હશે જેમને આ રોગ થયો હશે. આજે અમારી તમને એક વિનંતી છે કે આ ઉપાય એ લકવાગ્રસ્ત વ્યક્તિઓ માટે ખુબ ઉપયોગી છે તો તમે તમારા બધા મિત્રો અને પરિવારજનો સાથે આ શેર કરજો.

પ્રથમ આપણે લકવાના થોડા સામાન્ય લક્ષણો જોઈએ.

લાકવામાં અમુકવાર મોઢું વાંકું થઇ જાય, આંખો વાંકી થઇ જાય, હાથ પગ વાંકા થઇ જાય, શરીરનો કોઈપણ એક ભાગ જકડાઈ જાય.
આવા છે લકવાના સામાન્ય લક્ષણો. હવે અમે તમને આ રોગનું મફત નિદાન ક્યાં અને કેવી રીતે થાય છે એ જણાવીએ.

રાજસ્થાનમાં અજમેર-નાગૌર રોડ પર કુચેરા કસ્બાની પાસે “બુટાટીધામ” કરીને એક સ્થાન આવેલુ છે જે ચતુરદાસજી મહારાજના મંદિર તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં લકવાગ્રસ્ત રોગીનો સંપૂર્ણ ઈલાજ મફતમાં કરવામાં આવે છે. કેહવાય છે કે લોકો અહી પોતાના સ્વજનોને ઉચકીને કે પછી સહારો આપીને લાવે છે પણ સાત દિવસ પછી એમના એ સ્નેહીજન જાતે ચાલીને તેમની સાથે ઘરે આવે છે. અહી મંદિરમાં કોઈપણ પંડિત, સાધુ, વૈદ્ય, હકીમ, ભુવા, કે કોઈપણ વ્યક્તિ ઈલાજ નથી કરતી. આજના જમાનામાં અમુક બીમારીઓ વિજ્ઞાન પણ મટાડી નથી શકતું ત્યાં આ મંદિર એ ઈશ્વરનો ચમત્કાર જ છે.

મંદિરમાં તમારે તમારા સ્નેહીજનને સાત દિવસ લઇ જવાના હોય છે અને સાત દિવસ તમારે તેમને મંદિરની પરિક્રમા કરવાની હોય છે.ત્યારબાદ હવનકુંડની રાખ લાગવાની હોય છે. ધીરે ધીરે લકવાની અસર ઓછી થવા લાગે છે અને જો કોઈ વ્યક્તિ લકવાના કારણે બોલી ના શકતું હોય તો એ પણ ધીરે ધીરે બોલવાની શરૂઆત કરે છે.

૫૦૦ વર્ષ પેહલા અહી મહાન સંત હતા જેમનું નામ ચતુરદાસ મહારાજ હતું. તેમણે લોકોને રોગમુક્ત કરવા માટે ખુબજ આકરું તપ કર્યું હતું અને સારી સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. આજે પણ આ મંદિરમાં તેમની શક્તિને કારણે ઘણાબધા લોકોને લકવાના રોગથી મુક્તિ મળેલ છે. જે લોકો તેમની સમાધિની પરિક્રમા કરે છે તેને લાક્વામાંથી રાહત મળે છે.

આ મંદિરમાં દુરથી આવનારા વ્યક્તિઓ માટે રેહવાની તથા જમવાની વ્યવસ્થા હોય છે અને તેના માટે કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. મંદિરની આવી સેવા જોઇને ઘણાં ભક્તો દાન પણ આપે છે અને એ દાનમાં આવેલા પૈસા લોકોની સેવા કરવા માટે લેવામાં આવે છે. અમુક લોકોને આ વાત માન્યામાં નહિ આવતી હોય પણ મિત્રો જયારે તમે તમારા સ્નેહીજનના દુખ દુર કરવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા હશે અને તેમાં સફળતા ના મળે તો દુખી થાવ છો એના કરતા એકવાર આ જગ્યાની મુલાકાત લો. અમે ઘણાબધા લોકોને જોયા છે જે અહીંથી સજા થઈને તેમના ઘરે ગયા હોય.

મિત્રો જીવનમાં તમે જેટલું પણ ધન મેળવ્યું હશે જેટલું પણ માન મેળવ્યું હશે, પણ જો તમને કોઈ રોગ હોય તો એ બધું જ નકામું છે માટે તમે હારશો નહિ અને પ્રયત્ન કરતા રહો.

જો તમે એ જગ્યાએ જવા ના માંગતા હોય તો આજે અમે તમને અમુક દવા વિષે જણાવી રહ્યા છે.
જો શરીરનો કોઈ એક અંગ કે શરીર ડાબી તરફથી લકવાગ્રસ્ત છે તો તેની માટે વ્રહતવાતચિંતામણીરસ (વૈદ્યનાથફાર્મસી)નીદવાલો. તેમાં નાની નાની ગોળી (બાજરીના દાણાથી સહેજ મોટી) જેવી દવા હશે. તેમાંની એક ગોળી સવારે અને એક ગોળી સાંજના સમયે શુદ્ધ મધ સાથે લો.

જો કોઈ ભાઇ કે બહેનો જમણી તરફથી લકવાગ્રસ્ત છે તો તેમને વીર-યોગેન્દ્રરસ (વૈદ્યનાથફાર્મસી) ની સવારે અને સાંજે એક એક ગોળી મધ સાથે લેવાની હોય છે.

હવે ગોળીને મધ સાથે કઈ રીતે લેશો??

તેના માટે ગોળીને એક ચમચી પર રાખીને બીજી ચમચીથી પીસી લો અને ત્યારબાદ તેમાં મધ મેળવીને ચાટીલો.
જ્યાં સુધી લકવાપીડિત સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી આ દવા નિરંતર રીતે લેતા રહેવાની છે. લકવાપીડિત વ્યક્તિએ ચણાનોલોટ તેમજ શુદ્ધ ઘી (માખણનહીં ) નો પ્રયોગ વિપુલમાત્રામાં કરવાનો હોય છે. મધનો પ્રયોગ પણ વધુ શ્રેષ્ઠ રહેશે.

લાલમરચું, ગોળ-ખાંડ, કોઈપણ અથાણા, દહીં-છાશ, વિનેગર,અડદનીદાળ નું સેવન કરવાનું નથી. તે તમે ના ખાવ એ જ યોગ્ય છે. ફળોમાં ફક્ત ચીકુ અને પપૈયું જ લેવાના છે અન્ય બધાં જ ફળો ખાવાના નાથી. શરૂઆતના દિવસોમાં કોઇપણ પ્રકારની માલિશ કરવાની થતી નથી.

જ્યાં સુધી પીડિત ઓછા માં ઓછું ૬૦ ટકા સુધી સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી કોઈપણ જાતની માલીશ કરવાની નથી.

મિત્રો આ દવા ઘણા લોકોને મદદરૂપ થાય એમ છે તો આ પોસ્ટ તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરો. જીવનમાં હમેશા સ્વાસ્થ્ય જ જરૂરી છે તો મિત્રો સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા હસતા રહો અને વાંચતાં રહો જલ્સા કરોને જેંતીલાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *