ઉનાળા ના દિવસોમાં ઘણા લોકોને અળાઈની સમસ્યા થતી હોય છે. શરીર ના અમુક ભાગો જેવા કે ગરદન, પેટ અને પીઠ પર અળાઈ સૌથી વધારે થાય છે અને તેનાથી જોરદાર ખંજવાળ આવે છે અને ખુબજ બળતરા થાય છે. લોકો ઘણા રૂપિયા દવામાં નાખી દેતા હોય છે. પણ રાહત મળતી નથી. ખાસ કરી ને જયારે પીઠ માં અળાઈ થાય છે ત્યારે વધારે તકલીફ થાય છે. સરખું બેસી નથી શકાતું કે સરખું ઊંઘી નથી શકાતું. માટે ચાલો જોઈએ અળાઈ થી બચવાની ઘરેલું ટીપ્સ
જો તમે અળાઈ થી ખુબજ પરેશાન હોય તો અપ્નાવો આ ઘરેલું ટીપ્સ
કાકડી:
કાકડી એકદમ ઠંડી હોય છે અને તે શરીર ને ઠંડુ રાખવા માટે મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ લઈ અને આ પાણીમાં કાકડીના પાતળા પાતળા ટુકડા કાપી ને નાખો. આ પછી, આ ટુકડાઓ અળાઈની જગ્યાએ મૂકો. થોડા જ સમય માં રાહત મળવાનું ચાલુ થઈ જશે.
ડુંગળી:
ઉનાળામાં અળાઈ થી બચવા માટે ખોરાકમાં વધુ અને વધુ ડુંગળીનો ઉપયોગ કરો, કારણ કે આયુર્વેદિક ડોક્ટર્સ નું એવું કહેવું છે કે ડુંગળી ઠંડી હોય છે અને તે ગરમી ને અટકાવે છે. તો મિત્રો અળાઈ થી બચવા માટેના કેટલાક ઉપાય જોઈએ.
મુલતાની માટી:
મુલતાની માટી એક સરળ અને સારો ઉપાય છે. મુલતાની માટી ખંજવાળ દૂર કરે છે તેમજ ચામડી માટે ખુબજ ફાયદાકારક હોય છે. ઉપયોગ માટે ગુલાબજળ માં 5 ચમચી મુલતાની માટી ભેળવી દો અને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દિવસમાં એકવાર અળાઈ પર લગાડો. આમ કરવાથી અળાઈ માં રાહત મળશે.
બરફ:
બરફ ઠંડો હોય છે જે ખુબજ રાહત આપે છે. માટે જયારે કઈ હાજર ના હોય ત્યારે બરફ લેવો અને શરીર ના એ ભાગ પર ઘસવો જ્યાં અળાઈ થઈ હોય. આવું કરવાથી ઠંડક અને આરામ મળે છે.
નારિયેળ તેલ:
નાળીયેર તેલ પણ ખુબજ ફાયદાકારક છે ત્વચા માટે. નાલીય્રે તેલ તથા કપૂર અળાઈ દુર કરી શકે છે. ઉપયોગ કરવા માટે યોગ્ય માત્ર માં નાળિયેર તેલમાં કપૂર ભેળવીને આખા શરીર પર લગાડો. આવું કરવાથી ખુબ જલ્દી રાહત મળશે.
લીમડો:
કડવો લીમડો અનેક રોગ ની દવા છે. ખાસ કરી ને ચામડી માટે ખુબ ફાયદાકારક છે. અળાઈ ટાળવા માટે લીમડાના પાણીથી સ્નાન કરાવથી દૂર કરશે।