ઘણા લોકોને શિયાળો, ઉનાળો કે પછી ચોમાસુ હોય બારે માસ પગમાં વાઢિયા જોવા મળતા હોય છે. જો કે પગમાં વાઢીયા કેચીરા પડવા અથવા તો ખંજવાળને કારણે પગમાં લોહી નિકળવા જેવી સમસ્યા પણ તેમને બારેમાસરહેતી હોય છે. આ સમસ્યા પગની સુંદરતા છીનવી લેછે.
જો કે આપણે હંમેશા સારા દેખાવા માટે માત્ર ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ. પરંતુ આપણે ભુલી જઈએ છીએ કે, સંપૂર્ણ સુંદરતા માટે આપણા પગની વિશેષ કાળજી રાખવીપણ એટલી જ જરૂરી છે. તો આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા સરળ ઉપાય જણાવીશું જેતમારા પગમાં પડતાં ચીરા અને વાઢીયાની સમસ્યાને ઝડપથી દૂર કરશે.
– પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનિટ મસાજ કરવું અને પછી પગ ધોઇ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા સારાં થવામાં મદદ મળે છે.– લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલને એક-એક ચમચીની માત્રામાં લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણથી ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરો અને પછી મોજા પહેરીને સૂઈજાઓ. આ ઉપાયથી ઘણો ફાયદો થશે.
– જો તમારા પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તો નિયમિત રીતે ત્યાં વડનું દૂધ લગાવો, ફાયદો થશે.– જો એડીઓ વધારે ફાટતી હોય તો એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યા દૂર કરવામાં આ એક અક્સીર ઉપાય છે.
– હળદર, તુલસી અને એલોવેરાને સપ્રમાણમાં લઈને તેનો લેપ બનાવી ફાટેલી એડી પર લગાવો, બહુ જલદી વાઢીયા અને ચીરાની સમસ્યામાં રાહત મળશે.
– પગમાં વાઢિયા પડતા હોય કે હાથ-પગમાં ક્રૅક્સ પડતી હોય તો સૂતા પહેલાં કોકમનું ઘી અથવા તો દિવેલ લગાવી મોજાં પહેરીને સૂઈ જવું.
– દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિકપાઉડર નાંખીને સારી રીતે મેળવો અને વાઢિયા અને ચીરા પર લગાવો. થોડા જ દિવસોમાં પગની પાની પરના ચીરા રૂઝાઈ જશે.
– જે સ્ત્રીઓને ઘરે કામ કરવાનું હોય છે તેમના પગમાં ખાસ કરીને વાઢીયા પડી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. તેની પાછળનું ખાસ કારણ એ છે કે કપડાં કે વાસણ કરતી વખતે તેમાં સાબુ ભરાઈ જાય છે. ત્યારબાદ ઘરની અંદર કચરા-પોતા કરતી વખતે તેમાં ધૂળ-માટી ભરાઈ જાય છે. તો તેના માટે વિશેષ સાર-સંભાળ રાખવી જરૂરી છે.
– જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગપર પણ થોડોક સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયાની સમસ્યા નહીં થાય.
લેખન સંકલન : નિયતી મોદી
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, તમે લાઇક કર્યું કે નહિ?