મિત્રો આપણા શરીરમાં ઘણા બધા અંગો છે, જો આપણે તે અંગો ની નિયમિત રીતે સ્વચ્છતા રાખી અને કાળજી લેવી ખુબજ જરૂરી છે. જેથી તમે ઘણી બધી બીમારીઓથી બચી રહો છો.
એ જ રીતે શરીર એક મહત્વનું અંગ લીવર છે. તેનું મુખ્ય કાર્ય શરીરનું લોહી ને સાફ કરવાનું છે. જો લોહી સમયસર સાફ ન થાય તો આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ થાય છે. તેથી લીવરનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. પરંતુ આજ કાલ ઉલટા સીધા ખાવાના કારણથી આપણું લીવર ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જાય છે. તેથીઆપણે આજે લીવરને સાફ કરવા માટે ઘરેલું નુસખા વિશે ચર્ચા કરીશું.
લીવર ને સાફ કરવાના સૌથી સરળ બે ઉપાય
લસણ
લસણની એક કળી લીવર ને સાફ કરવામાં ખુબજ મદદ કરે છે. દરરોજ વહેલી સવારે ખાલી પેટ એક લસણ ની કાચી કાળી ખાઓ અને એક ગ્લાસ ગરમ પાણી પીવું. કારણ કે લસણ માં એલિસિન અને સિલેનિયમ તત્વો હોય છે, જે આપણા પેટ અને લીવરમાં જ્હેરીલા તત્વો ને શરીરમાંથી બહાર કાઢે છે. અને આપણું લીવર સ્વસ્થ રહે છે
મધ અને લીંબુ –
દરરોજ વહેલી સવારે ખાલી પેટ એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનું રસ ભેગા કરો અને પીય જાઓ. આ પીણું પીવાથી નાકમાં તત્વો બહાર નીકળી જશે, અને આપણું લીવર સંપૂર્ણ ફિટ રહે છે સાથે સાથે પેટ પણ સાફ થાય છે. અને આપણું શરીર એકદમ સ્વસ્થ રહે છે