અખરોટ અનેક માંદગીઓને દૂર કરવા એક અક્ષીર ઉપાય છે. અખરોટમાં એટલા બધા ગુણો છો કે ના પૂછો વાત. આમ, જો શાકાહારી વ્યક્તિની વાત કરીએ તો તેના માટે અખરોટ એક બેસ્ટ ઓપ્શન તરીકે સાબિત થાય છે, કારણકે કહેવાય છે કે અખરોટમાં અનેક તત્વો એવા છે કે, જે ભાગ્યે જ બીજા શાકાહારી ભોજનમાંથી કે પછી બીજી કોઇ ખાવાની ચીજ વસ્તુઓમાંથી મળતા હોય.અખરોટમાં વિટામિન બી12 ભરપૂર માત્રામાં હોય છે. આ શિવાય અખરોટમાં પ્રોટીન, કેલ્શ્યિમ, મેગ્નેશિયમ, આર્યન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો રહેલા છે. જે વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારકછે. તો જાણી લો તમે પણ આજે અખરોટ ખાવાથી સ્વાસ્થયને થતા લાભ વિશે…
– એક અહેવાલ અનુસાર અખરોટમાં વિટામીન ઈ, ઓમેગા ૩ ફેટી એસીડ, એન્ટીઓક્સીડેટ્સનો સારો સ્ત્રોત હોવાથી તે જો રોજ ખાવામાં આવે તો મગજને શક્તિ મળે છે અને સાથે-સાથે યાદશક્તિમાં પણ વધારો થાય છે.
– મેલાટોનીન નામના હોર્મોન આપણી ઊંઘ માટે ઉત્તરદાયી હોય છે અને આ મેલાટોનીન અખરોટમાંથી સારા એવા પ્રમાણમાં મળી આવે છે. આમ, જે લોકોને રાત્રે ઊંઘ ના આવતી હોય તેમને રોજ સવારમાં બે અખરોટનું સેવન કરવુ જોઇએ.– આજકાલ મોટાભાગના લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. આમ, જો તમે પણ વજન ઘટાડવાનનું વિચારી રહ્યા છો તો અખરોટ તમારા માટે એકદમ બેસ્ટ છે. આ માટે તમારે રોજ સવારમાં વહેલા ઉઠીને ત્રણ અખરોટ ખાવાના રહેશે.
– ગર્ભવતિ મહિલાઓએ રોજ સવારમાં એક અખરોટ ખાવુ જોઇએ કારણકે તેનાથી ગર્ભમાં રહેલા બાળકને એલર્જી થતી નથી અને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહી છે.
– અખરોટમાં ઓમેગા 3 હોવાથી તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
– અખરોટના છોતરાને ઉકાળીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.
– એક રિસર્ચ અનુસાર જે સ્ત્રીઓ અઠવાડિયામાં પાંચ વાર 30 ગ્રામ અખરોટ ખાતી હોય તેમને ટાઈપ 2 ડાયાબિટિસનું જોખમ 30 ટકાજેટલું ઘટી જાય છે. અખરોટમાં રહેલી ફેટ્સ ઇન્સ્યુલિન માટે ઘણી ફાયદાકારક પુરવાર થાય છે.– અખરોટમાં ભરપૂર માત્રામાં વિટામિન બીહોય છે જે સ્કિન માટે ખૂબ જ સારું છે. વિટામિન બી સ્ટ્રેસ અને મૂડસ્વિંગ્સમાં ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. સ્ટ્રેસનું પ્રમાણ ઘટતા સ્કિન પર ચમક આવે છે. સ્ટ્રેસને કારણે સ્કિન પર કરચલી પડે છે, જેને કારણે ઊંમર મોટી દેખાય છે.
– અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડેન્ટનું પ્રમાણ હોવાથી તે હ્રદયને એક્ટિવ રાખવામાં મદદ કરે છે.– રોજ સવારમાં વહેલા ઉઠીને તરત જ એટલે કે બ્રશ કર્યા પહેલા બે અખરોટ ખાવાથી કોઇ પણ પ્રકારના સાંધામાં થતા દુખાવામાંથી રાહત મળે છે. પરંતુ આ પ્રયોગ કરતા પહેલા તમારે એક વાતનું ધ્યાન એ રાખવુ પડશે કે, તમારે અખરોટ ખાધા પછી 20 મિનિટ સુધી કોઇ પણ ચીજ વસ્તુને મોંમા નાખવાની નથી. જો કે આ પ્રયોગ તમારે સતત ત્રણ મહિના સુધી કરવાનો રહેશે.
– અઠવાડિયામાં ત્રણ વાર અખરોટ ખાવાથી તમે લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકો છો.– અખરોટમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે, જે કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
લેખન સંકલન : નિયતી મોદી
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.